મધ્યપ્રદેશનાં ધાર જિલ્લામાં ઈન્દોર-ખરગોનની વચ્ચે સર્જાઈ કરૂ ણાંતિકા
બસમાં મહિલાઓ-બાળકો સહિત 40 મુસાફર સવાર હતાં
- Advertisement -
બચાવકાર્યમાં અત્યાર સુધી કોઈ જીવતું નથી મળ્યું : રેસ્ક્યૂ ટીમ
ખાસ-ખબર સંવાદદાતા
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સોમવારે સવારે ઈન્દોર-ખરગોનની વચ્ચે મોટો અકસ્માત થયો છે. ઈન્દોરથી પુના જઈ રહેલી બસ સવારે લગભગ પોણા દસ વાગ્યે ધામનોદમાં ખાલઘાટની પાસે નર્મદામાં પડી હતી. બસમાં મહિલાઓ-બાળકો સહિત 40 મુસાફરો સવાર હતા. અત્યાર સુધીમાં 13 શબને બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ હજી થઈ શકી નથી.
બસ ખલધાટમાં ટૂ-લેન પુલ પર કોઈ વાહનનો ઓવરટેક કરતી વખતે અનિયંત્રિત થઈ ગઈ હતી. ડ્રાઈવરે સંતુલન ગુમાવી દીધું હતું અને રેલિંગ તોડીને બસ નદીમાં પડી હતી. ઘટનાની માહિતી મળતા જ ખલધાટ સહિત આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઈન્દોર અને ધારથી ગઉછઋની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ પુલ જુનો હોવાનું કહેવાઈ રહ્યું છે. બસ મહારાષ્ટ્ર રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગની છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે ચૌહાણે પ્રશાસનને બચાવ અને રાહત કાર્ય ઝડપી કરવાનો આદેશ આપ્યો છે.
- Advertisement -
દુર્ઘટના આગ્રા-મુંબઈ હાઈવે પર ઘટી હતી. આ રોડ ઈન્દોરથી મહારાષ્ટ્રને જોડે છે. ઘટના સ્થળ ઈન્દોરથી 80 કિલોમીટર દૂર છે. જે સંજયુ સેતુ પુલથી બસ પડ, તે બે જિલ્લા-ધાર અને ખરગોનની સીમા પર છે. પુલનો અડધો હિસ્સો ખાલધાટ(ધાર) અને અડધો હિસ્સો ખલટાકા(ખરગોન)માં છે. ખરગોનથી કલેક્ટર અને જઙ પણ ઘટના સ્થળે પણ પહોંચ્યા છે.
ખલધાટ ટોલ નાકેની હાઈવે એમ્બ્યુલન્સના ડ્રાઈવર શ્રીકૃષ્ણ વર્માએ મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું કે હું ડ્યુટી પર હતો. સવારે 10.03 વાગ્યે ક્ધટ્રોલ રૂમમાંથી કોલ આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું કે પુલ પરથી એક બસ નર્મદામાં પડી ગઈ છે. માહિતી મળ્યાની 3 મિનિટની અંદર જ અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. નદીમાંથી અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિ જીવિત કે ઘાયલ કાઢવામાં આવ્યો નથી. બસને નદીમાંથી કાઢી લેવામાં આવી છે.
રેલિંગ તોડી બસ નદીમાં ખાબકી
બસે ખલઘાટ પર 10 મિનિટનો બ્રેક લીધો હતો. આગળ જતાં ખોટી દિશામાંથી આવતા વાહનને બચાવવા જતાં રેલિંગ તોડી નદીમાં પડી હતી તેમ સૂત્રોએ જણાવ્યું છે. જો કે વરસાદના કારણે બચાવ કાર્ય મુશ્કેલ બની રહ્યું છે. ઈન્દોરના સરવટે બસ સ્ટેન્ડ પરથી 12 મુસાફરો ચડ્યા હતા. ઈખ શિવરાજ સિંહ ચૌહાણે આ બસ દુર્ઘટનાની નોંધ લીધી છે. તેમણે ઘટના સ્થળે જઉછઋ મોકલવા સૂચના પણ આપી છે. મુખ્યમંત્રી સતત ખરગોન, ઈન્દોર જિલ્લા વહીવટીતંત્રના સંપર્કમાં છે.
બસની બ્રેક ફેઈલ થતાં સર્જાઈ દુર્ઘટના
તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, આ દુર્ઘટનામાં 13 મુસાફરોનાં કરુણ મોત નીપજ્યાં છે. સાથે જ 27 મુસાફરોની શોધખોળ શરૂ કરાઈ છે. આ દુર્ઘટના ખલઘાટના સંજય સેતુ પર સર્જાઈ હતી. મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, આ બસ મહારાષ્ટ્ર રોડવેઝની છે. બસ ઈન્દોરથી પૂણે જઈ રહી હતી. નર્મદા નદીના પુલ પર બ્રેક ફેઈલ થવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. તપાસ બાદ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે. તેઓએ કહ્યું કે, નર્મદા નદીનો પ્રવાહ પણ તેજ છે અને હજુ સુધી એક પણ વ્યક્તિ જીવીત મળ્યો નથી. નજરે જોનારાઓએ જણાવ્યું કે, બસમાં 40-45 મુસાફરો સવાર હતા.
મૃતકોને કોણે-કેટલી સહાય જાહેર કરી?
મહારાષ્ટ્ર સરકાર 10-10 લાખ આપશે
મધ્ય પ્રદેશ સરકાર તરફથી 4-4 લાખ આપવાની જાહેરાત
PM નરેન્દ્ર મોદી દ્વારા 2-2 લાખ આપવાની જાહેરાત