બરોડાની ટીમે ટી20 ક્રિકેટના ઈતિહાસનો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો
આજે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં રમાઈ રહેલી બરોડા અને સિક્કિમ વચ્ચેની મેચમાં બરોડાની ટીમે ઈતિહાસ રચી દીધો છે. બરોડાની ટીમે ટી20 ક્રિકેટના ઈતિહાસનો હાઈએસ્ટ સ્કોર બનાવી દીધો છે. બરોડાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 349 રન બનાવી દીધા છે.
ઈન્દોરના એમરાલ્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી બરોડા અને સિક્કિમ વચ્ચેની મેચમાં બરોડાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં બરોડાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 349 રન બનાવી દીધા છે. બરોડા માટે શાશ્વત રાવતે 16 બોલમાં 43 રન, અભિમન્યુ સિંહ રાજપૂતે 17 બોલમાં 53 રન, શિવાલિક શર્માએ 17 બોલમાં 55 રન, વિષ્ણુ સોલંકીએ 16 બોલમાં 50 રન અને ભાનુ પાનિયાએ 51 બોલમાં 134 રન બનાવ્યા છે.
T20 ક્રિકેટમાં સૌથી વધુ ટીમનો સ્કોર
બરોડા 349/5 વિ સિક્કિમ – 2024
હોમ ડેકોર મેગેઝિન
ઝિમ્બાબ્વે 344/4 વિ ગેમ્બિયા – 2024
નેપાળ 314/3 vs મંગોલિયા – 2023
ભારત 297/6 વિ બાંગ્લાદેશ – 2024