આતંકવાદીઓએ કુલગામમાં એક બેન્ક મેનેજરને ગોળીમારી હત્યા
- Advertisement -
જમ્મુ કાશ્મીરમાં ટારગેટ કિંલિંગના મામલાઓ બંધ થવાનું નામ જ નથી લેતાં અહીંયા સતત હિન્દુઓને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે.ત્યારે ગુરુવારે આતંકવાદીઓએ કુલગામમાં એક બેન્ક મેનેજરને ગોળીમારી હત્યા કરી દીધી હતી. આ પહેલા પણ આતંકવાદીઓએ કુલગામમાં જ હિન્દુ મહિલા શિક્ષકની હત્યા કરી દેવામાં આવી હતી.
J&K | Bank manager shot by terrorists in Jammu and Kashmir's Kulgam, his condition is critical.
— ANI (@ANI) June 2, 2022
- Advertisement -
ખીણમાં હત્યાઓ અટકી રહી નથી
31 મે- કુલગામના ગોપાલપોરામાં આતંકવાદીઓએ એક હિંદુ શિક્ષકની ગોળી મારીને હત્યા કરી
25 મે 2022- કાશ્મીરી ટીવી કલાકાર અમીરા ભટ્ટની ગોળી મારી હત્યા
24 મે 2022- આતંકવાદીઓએ પોલીસકર્મીની ગોળી મારી હત્યા કરી. આ હુમલામાં 7 વર્ષની બાળકી ઘાયલ થઈ
17 મે, 2022 – બારામુલામાં એક વાઈન શોપ પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો. આ હુમલામાં રણજીત સિંહનું મોત થયું હતું. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા
12 મે 2022- પુલવામામાં પોલીસકર્મી રિયાઝ અહેમદની ગોળી મારીને હત્યા કરવામાં આવી
9 મે 2022 – શોપિયાંમાં આતંકવાદીઓના ગોળીબારમાં એક નાગરિકનું મોત. જેમાં એક જવાન સહિત બે ઘાયલ થયા
2 માર્ચ, 2022 – આતંકવાદીઓએ કુલગામના સાંડુમાં પંચાયતના સભ્યની ગોળી મારી હત્યા કરી
12 મે 2022 – કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની બડગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. આતંકવાદીઓ તેમની ઓફિસમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો.
Jammu and Kashmir | People belonging to the Hindu community employed in Kashmir protest in Jammu, demand security for members of their community pic.twitter.com/lyFLHMiIuW
— ANI (@ANI) June 2, 2022
કાશ્મીર પંડિતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે
બીજી તરફ બડગામના ચાદૂરા તહસીલ કચેરીમાં 12 મેના રોજ કાશ્મીરી પંડિત કર્મચારી રાહુલ ભટની હત્યા બાદ વિરોધ કરી રહેલા કાશ્મીરી પંડિતોનું આંદોલન કુલગામમાં શિક્ષિકા રજની બાલાની હત્યા બાદ વધુ તીવ્ર બન્યું છે. જગ્યાએ જગ્યાએ વિરોધ કરી રહેલા કાશ્મીરી પંડિત કર્મચારીઓની માંગ છે કે તેમને સુરક્ષિત સ્થળોએ મુકવામાં આવે.