પોલીસના જણાવ્યા અનુસાર, તેના નામે જારી કરાયેલા અનેક બાંગ્લાદેશી પાસપોર્ટ, રીજન્ટ એરવેઝ (બાંગ્લાદેશ)નું કર્મચારી કાર્ડ, ઢાકામાં માધ્યમિક શિક્ષણ માટેનું પ્રવેશપત્ર, અલગ અલગ સરનામાં પર નોંધાયેલા બે ભારતીય આધાર કાર્ડ, એક ભારતીય મતદાર/એપિક કાર્ડ અને રેશન કાર્ડ મળી આવ્યા હતા.
મોડેલ માન્ય વિઝા વિના ભારતમાં રહી રહી હતી
- Advertisement -
તેના કબજામાંથી બે આધાર કાર્ડ મળી આવ્યા હતા
તેણીને 8 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી
પોલીસને મળ્યા નકલી દસ્તાવેજ
- Advertisement -
શાંતા પૉલના મકાનમાં તપાસ દરમિયાન અનેક બાંગ્લાદેશી દસ્તાવેજો મળી આવ્યા છે. જેમાં બાંગ્લાદેશી સેકન્ડરી એગ્ઝામિનેશનનું એડમિટ કાર્ડ, બાંગ્લાદેશ એરલાઇનની આઈડીનો સમાવેશ થાય છે. આ સિવાય એક્ટ્રેસ પાસેથી બે આધાર કાર્ડ મળી આવ્યા છે. જેમાંથી એકમાં કોલકાતા તો બીજામાં બર્ધમાનનું સરનામું લખેલું છે. પોલીસનું કહેવું છે કે, બર્ધમાનવાળું આધાર કાર્ડ 2020માં બનાવવામાં આવ્યું હતું.
પોલીસે હાથ ધરી તપાસ
હાલમાં જ પૉલે થાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે અલગ સરનામું નોંધાવ્યું હતું. શાંતા પૉલ અવારનવાર પોતાનું સરનામું બદલતી રહેતી હતી. વળી, શાંતાનો એપ બેઝ્ડ કેપ બિઝનેસ પણ હતો. જેના કારણે તેની શંકાસ્પદ ગતિવિધિઓ ધ્યાને આવી. પોલીસે જણાવ્યું કે, શાંતા પૉલે ભારતીય આઇડી કાર્ડને લઈને કોઈ સંતોષકારક જવાબ નથી આવ્યો. એવી આશંકા છે કે, તેની પાછળ એક મોટું રેકેટ હોય શકે છે. પોલીસ તપાસ કરી રહી છે કે, આખરે દસ્તાવેજ કેવી રીતે બનાવવામાં આવ્યા અને તેને બનાવવા માટે કયા કાગળની જરૂર પડી હતી.
એક્ટ્રેસના પતિની પૂછપરછ
લાલબજાર પોલીસના આધારે, વોટર આઇડી અને રાશન કાર્ડની તપાસ કરવા માટે UIDAI, ચૂંટણી પંચ અને રાજ્યના ખાદ્ય વિભાગનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, શાંતા પૉલ બાંગ્લાદેશના બારીસાલની રહેવાસી છે. વળી, પૉલનો પતિ આંધ્ર પ્રદેશનો રહેવાસી છે. તે પણ પૉલની સાથે સાઉથ કોલકાતાના ફ્લેટમાં રહેતો હતો. પોલીસ હાલ તેની પૂછપરછ કરી રહી છે. વર્ષ 2019માં પૉલે કેરલમાં યોજાતા મિસ એશિયા ગ્લોબલ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો હતો. તેણે બંગાળી અને તેલુગુ ફિલ્મમાં પણ કર્યું છે.