બાંગ્લાદેશની અંડર-19 ટીમે એશિયા કપની ફાઇનલમાં ભારતની અંડર-19 ટીમને હરાવી છે. તેણે આ મેચ 59 રનથી જીતી હતી.
આ મેચની વાત કરીએ તો આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાના બોલરોએ કેપ્ટનના આ નિર્ણયને સાચો સાબિત કર્યો અને બાંગ્લાદેશની ટીમને 49.1 ઓવરમાં 198ના સ્કોર પર ઓલઆઉટ કરી દીધી. બાંગ્લાદેશ માટે મોહમ્મદ શિહાબ જેમ્સ અને એમડી રિઝાન હુસૈને થોડી સારી બેટિંગ કરી છે. આ મેચમાં મોહમ્મદ શિહાબ જેમ્સે 40 રન અને એમડી રિઝાન હુસૈને 47 રન બનાવ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયા તરફથી યુધાજીત ગુહા, ચેતન શર્મા અને હાર્દિક રાજે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે કિરણ ચોરમલે, કેપી કાર્તિકેય અને આયુષ મ્હાત્રેએ એક-એક વિકેટ લીધી છે.
- Advertisement -
ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે 199 રનનો ટાર્ગેટ હતો. આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 35.2 ઓવરમાં 139 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી કોઈ બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. ભારત તરફથી કેપ્ટન મોહમ્મદ અમાને સૌથી વધુ 26 રનની ઇનિંગ રમી હતી. તેણે આ મેચમાં માત્ર 40ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. આ જ દર્શાવે છે કે બાંગ્લાદેશના બોલરોએ કેટલી સારી બોલિંગ કરી છે.