ઇસ્કોન સંત ચિન્મય કૃષ્ણદાસ સામે બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજના અપમાનનો આરોપ
ચટગાંવની અદાલતે બાંગ્લાદેશની જેલમાં બંધ રહેલા ઇસ્કોનના પૂર્વ વડા અને હિન્દુ સંત ચિન્મય કૃષ્ણદાસની જામીન અરજી ફગાવી દીધી છે. અહીંની મેટ્રોપોલીટીન પબ્લીક પ્રોસીક્યુટર મહમદ શેફુલ ઇસ્લામે આ અરજી નકારી હતી.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે, ચિન્મય કૃષ્ણદાસ સામે બાંગ્લાદેશના રાષ્ટ્ર ધ્વજના અપમાન કરવાનો આરોપ છે અને તેમની સામે રાજદ્રોહની કલમ લગાવવામાં આવી છે. અગાઉ તા.6 ડિસેમ્બરના રોજ તેઓએ કરેલી જામીન અરજી પર આજે સુનાવણી કરવામાં આવી હતી અને તેમાં સરકાર દ્વારા વિરોધ થતાં જામીન નકારાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની અદાલતમાં તેમને કોઇ વકીલ પણ મળ્યા નથી. બાંગ્લાદેશ બાર એસો.એ ઠરાવ કરીને ચિન્મયદાસનો કેસ નહીં લડવાની જાહેરાત કરી હતી. ભારતે પણ ડીપ્લોમેટીક માર્ગે કાનૂની સહાયની ઓફર કરી હતી.
- Advertisement -