ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના શુક્રવારે બે દિવસની ભારત મુલાકાતે આવશે. દેશમાં ત્રીજી વખત મોદી સરકાર બન્યા બાદ કોઈ રાજ્યના વડાની ભારતની આ પ્રથમ મુલાકાત છે. તેમની મુલાકાત દરમિયાન ઙખ શેખ હસીના, પીએમ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વિદેશ પ્રધાન એસ જયશંકરને પણ મળશે. પીએમ મોદીના આમંત્રણ પર શેખ હસીના 15 દિવસમાં બીજી વખત ભારતની મુલાકાતે છે. અગાઉ, તે એવા કેટલાક નેતાઓમાં સામેલ હતી જેમને નવા કેબિનેટના શપથ ગ્રહણમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. ભારતની ’નેબર ફર્સ્ટ’ નીતિ હેઠળ બાંગ્લાદેશ મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે.
શેખ હસીનાની મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદી અને શેખ હસીના વચ્ચેની વાતચીત દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની આશા છે.