કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનોના વિરોધ બાદ શિક્ષણ મંત્રાલયનો નિર્ણય: નવા નિયમોમાં માત્ર બે પ્રકારના પદોનો જ સમાવેશ
ખાસ-ખબર ન્યૂઝ ઢાકા, તા.5
બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકારે દેશની તમામ પ્રાથમિક શાળાઓમાં સંગીત અને શારીરિક શિક્ષણ શિક્ષકોની ભરતી સંપૂર્ણપણે રદ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનોના વિરોધને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કટ્ટરપંથીઓ છેલ્લા ઘણા મહિનાઓથી આ શિક્ષકોની ભરતી રદ કરવાની માગ કરી રહ્યા છે, અને દાવો કરી રહ્યા છે કે સંગીત ઇસ્લામની વિરુદ્ધ છે. શિક્ષણ મંત્રાલયે રવિવારે એક નવું જાહેરનામું બહાર પાડ્યું. મંત્રાલયના અધિક સચિવ મસૂદ અખ્તર ખાને જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓગસ્ટમાં જારી કરાયેલા નિયમોમાં ચાર પ્રકારના પદોનો સમાવેશ થતો હતો, પરંતુ નવા નિયમોમાં હવે ફક્ત બે જ પદોનો સમાવેશ થાય છે. સંગીત અને શારીરિક શિક્ષણ માટે સહાયક શિક્ષકોના પદ હવે દૂર કરવામાં આવ્યા છે.
- Advertisement -
ગયા વર્ષે શેખ હસીનાના બળવા પછી, બાંગ્લાદેશમાં અસ્થિરતા વધી છે, અને કટ્ટરપંથી શક્તિઓ ફરીથી સક્રિય થઈ છે. શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન કડક કાર્યવાહીનો સામનો કરનારા સંગઠનો હવે ખુલ્લેઆમ ઉભરી રહ્યા છે. ભારતીય એજન્સીઓને ટાંકીને ઘછઋ રિપોર્ટમાં જણાવાયું છે કે બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનો જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (ઉંખઇ) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ ભારતમાં પોતાનું નેટવર્ક વિસ્તારવાનો પ્રયાસ કરી રહ્યા છે. પશ્ર્ચિમ બંગાળ, આસામ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં તેમના સંબંધો ઓળખાયા છે. શેખ હસીનાને હટાવ્યા પછી, ઘણા કટ્ટરપંથી અને આતંકવાદી નેતાઓ જેલમાંથી ભાગી ગયા અથવા છૂટી ગયા. આમાં અઇઝના વડા મુફ્તી જસીમુદ્દીન રહેમાની અને અન્ય ઘણા આતંકવાદીઓનો સમાવેશ થાય છે. હવે, જમાત-એ-ઇસ્લામી અને હેફાઝત-એ-ઇસ્લામ જેવા સંગઠનો ફરીથી સક્રિય થઈ ગયા છે. 7 માર્ચ, 2025ના રોજ ઢાકામાં હિઝબુત-ઉત-તહરિરએ ’માર્ચ ફોર ખિલાફત’ નામની એક રેલીનું આયોજન કર્યું. આ સંગઠન બાંગ્લાદેશમાં ખિલાફત અથવા ઇસ્લામિક શાસનની સ્થાપનાની હિમાયત કરે છે. તે યુવાનોને ઉશ્ર્કેરવામાં અને તેમને કટ્ટરપંથી વિચારધારા તરફ વાળવામાં રોકાયેલું છે. થોડા સમય પહેલા, કટ્ટરપંથીઓએ સરકારને ચેતવણી આપી હતી કે આવા શિક્ષકોની નિમણૂક કરવાથી બાળકો ધર્મથી દૂર થઈ શકે છે. તેમણે માગ કરી હતી કે શાળાઓ ધાર્મિક અને નૈતિક શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે.
કટ્ટરપંથીઓનો આક્ષેપ: સંગીત ફરજિયાત કરવું ઇસ્લામ વિરોધી ષડયંત્ર
દેશના સૌથી મોટા ઇસ્લામિક રાજકીય પક્ષ, જમાત-એ-ઇસ્લામી (ઉંયઈં) અને અન્ય ઘણા ધાર્મિક સંગઠનોએ શાળાના અભ્યાસક્રમમાં સંગીતના સમાવેશનો વિરોધ કર્યો હતો, અને કહ્યું હતું કે સંગીત અને નૃત્ય લાદવું એ ઇસ્લામ વિરુદ્ધનું કાવતરું છે. હિફાઝત-એ-ઇસ્લામ નામના સંગઠનના વરિષ્ઠ નેતા સાજીદુર રહેમાને કહ્યું કે સંગીત શીખવવું ઇસ્લામિક સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જોકે, ઘણા નિષ્ણાતોએ સરકારના આ નિર્ણયની ટીકા કરી છે. શિક્ષણ નિષ્ણાત રાશેદા ચૌધરીએ કહ્યું કે સરકારે દર્શાવવું જોઈતું હતું કે સંગીત અને ધાર્મિક શિક્ષણ સાથે રહી શકે છે. તેમણે કહ્યું, “સરકારે લોકોને સમજાવવું જોઈતું હતું કે સંગીત અને ઇસ્લામિક શિક્ષણ વચ્ચે કોઈ સંઘર્ષ નથી. આપણે કેવા પ્રકારનો સમાજ બનાવવા માગીએ છીએ?” નિષ્ણાતો કહે છે કે યુનુસ સરકારનું આ પગલું તાલિબાનના વિચારને પ્રતિબિંબિત કરે છે, જેણે અફઘાન શાળાઓમાં સંગીત પર પ્રતિબંધ મૂક્યો છે.
- Advertisement -



