હિંસક અનામત આંદોલન 24 કલાકમાં 97નાં મોત
સેનાએ દેશ છોડવા 45 મિનિટ આપી હતી: PM હસીના અને તેમના બહેન રેહાનાએ દેશ છોડી દીધો અને મિલિટરી હેલિકોપ્ટર દ્વારા ભારત પહોંચ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
બાંગ્લાદેશમાં આરક્ષણ વિરોધી આંદોલન હવે સોમવારે વધારે ઉગ્ર બન્યું છે. હજારો પ્રદર્શનકારી વડાપ્રધાન શેખ હસીનાના આવાસમાં ઘુસી ગયા છે. આ દરમિયાન ઙખ હસીના વડાપ્રધાન આવાસ છોડ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ન્યૂઝ એજન્સી સૂત્રોનો હવાલો આપીને જણાવ્યું કે વડાપ્રધાન ઢાકા પેલેસને છોડીને કોઈ સુરક્ષિત જગ્યા શિફ્ટ થઈ ગયા છે. ત્યાં જ, થોડા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ હસીના અને તેમના બહેન રેહાનાએ દેશ છોડી દીધો છે અને મિલિટ્રી હેલિકોપ્ટર દ્વારા ભારત પહોંચી ગયા છે. તેમણે રાજીનામું આપ્યું હોવાના પણ સમાચાર છે, જોકે, તેની હાલ કોઈ પુષ્ટી થઈ નથી.
બાંગ્લાદેશી ન્યૂઝપેપર પ્રોથોમ અલોના જણાવ્યા પ્રમાણે અનેક જગ્યાએ પ્રદર્શનકારી અને પોલીસ વચ્ચે વિવાદ થયો છે. તેમાં 6થી વધારે લોકો માર્યા ગયા છે. પ્રદર્શનકારીઓએ તંગેલ અને ઢાકામાં મેઇન હાઈવે પર કબજો કરી લીધો છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 4 લાખ લોકો હસીના સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતારી આવ્યા છે.
બાંગ્લાદેશમાં અનામત સામે આંદોલન વધુ હિંસક બન્યું છે. રવિવારે હજારો પ્રદર્શનકારીઓ ઙખ શેખ હસીનાના રાજીનામાની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન ઘણી જગ્યાએ તેમની અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર રવિવારે 97 લોકોના મોત થયા હતા. આ સાથે 500થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હિંસા પર કાબૂ મેળવવા માટે સરકારે દેશભરમાં કર્ફ્યુ લગાવી દીધો છે. તેમજ આગામી 3 દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે દેશભરની તમામ કોર્ટો અનિશ્ચિતકાળ માટે બંધ કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે બંધ દરમિયાન માત્ર ખૂબ જ મહત્વપૂર્ણ કેસોની સુનાવણી થશે. આ માટે ચીફ જસ્ટિસ ઈમરજન્સી બેન્ચની રચના કરશે. આ સાથે બાંગ્લાદેશમાં અનામત વિરોધી પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા માત્ર 3 અઠવાડિયામાં 300ને પાર કરી ગઈ છે. ગયા મહિને થયેલી હિંસામાં 200થી વધુ લોકો માર્યા ગયા હતા. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ રવિવારે સિરાજગંજ શહેરમાં પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. તેઓએ પોલીસકર્મીઓને મારી નાખ્યા અને આગ લગાવી દીધી. આ હુમલામાં 13 પોલીસકર્મીઓ શહીદ થયા છે.