બેંગ્લોરના બેટ્સમેનોની કોલકાતાના સ્પિનર્સ સામે કસોટી થશે
આઇપીએલની 15મી સિઝનમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાનારી મેચમાં પોતાની સ્થિતિ વધારે મજબૂત કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. શ્રેયસ ઐયરની કોલકાતા ટીમે પોતાની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સને હરાવ્યું હતું. બીજી તરફ બેંગ્લોરની ટીમે 200 પ્લસ રન નોંધાવ્યા હોવા છતાં પંજાબ કિંગ્સ સામે પાંચ વિકેટે પરાજયનો સામનો કરવો પડયો હતો.
બેંગ્લોરનો સુકાની ફાફ ડુ પ્લેસિસ શાનદાર ફોર્મમાં છે અને તેણે પ્રથમ મેચમાં 88 રન બનાવ્યા હતા. સુકાનીપદના બોજામાંથી મુક્ત થયેલા વિરાટ કોહલીએ ફોર્મમાં પરત ફરવાનો સંકેત આપ્યો છે અને તે પણ કોલકાતા સામે મોટી ઇનિંગ રમવા માટે આતુર રહેશે. બેંગ્લોરના બોલર્સે પણ વધારે શિસ્તબદ્ધ બોલિંગ કરવી પડશે. કોલકાતાએ પ્રથમ મેચમાં તમામ પાસાંમાં એક ટીમ તરીકે પ્રદર્શન કર્યું હતું. રહાણે ફોર્મમાં પરત ફર્યો છે. શિવમ માવી, સ્પિનર વરુણ ચક્રવર્તી અને સુનીલ નરૈનના સ્પેલ ટર્નિંગ પોઇન્ટ બની શકે તેમ છે.
- Advertisement -
આ પણ વાંચો : રાજસ્થાનનો 61 રને રોયલ વિજય
https://khaskhabarrajkot.com/2022/03/30/royal-victory-of-rajasthan-by-61-runs/