- પત્ની અલગ થઈ ગયા પછી પણ 6 લાખની કાર પરત આપવાને બદલે વેંચી નાખી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં સનસીટી એન્કલેવ એપાર્ટમેન્ટમાં રહેતા નીલભાઈ હિતેશભાઈ ઓઝા ઉ.36એ લોધિકામાં રહેતા સાળા અલ્પેશ મોહનભાઈ ભોય સામે છેતરપિંડી અંગે લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે 14 વર્ષ પૂર્વે લોધિકામાં રહેતા હંસા મોહનભાઈ ભોય સાથે લગ્ન કર્યા હતા યુવાનના સસરા મોહનભાઈએ વર્ષ 2017માં બોલેરો ગાડી ખરીદી હતી જે ગાડી યુવાનના સાળા અલ્પેશ ભોયના નામે હતી બાદમાં વર્ષ 2019માં અલ્પેશે વાત કરી હતી કે મારે આ ગાડી પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટમાં મૂકવી છે પરંતુ મારા પિતા પીજીવીસીએલમાં નોકરી કરતા હોય જેથી ટેન્ડર મળતું નથી હું તમને આ ગાડી વેચી દઉં જેથી પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટમાં મૂકી શકાય બાદમાં યુવાને રૂપિયા છ લાખ પોતાના સાળા અલ્પેશને આપી બોલેરો ગાડી ખરીદી હતી અને તે ગાડી તેણે પોતાના સાળાને ચલાવવા માટે આપી હતી અને પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટર મૂકી હતી જે કોન્ટ્રાક્ટ ત્રણેક વર્ષ સુધી ચાલ્યો હતો.યુવાનને પત્ની સાથે મનમેળ ન રહેતા બંને અલગ થઈ ગયા હતાં.
બાદમાં પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને કોર્ટમાં ભરણપોષણનો કેસ પણ કર્યો હતો. બીજી તરફ સાળા અલ્પેશ પાસે ગાડી પરત માંગતા તેણે કહ્યું હતું કે, હું થોડા દિવસોમાં ગાડી પરત આપી દઈશ પરંતુ તેણે ગાડી પરત કરી ન હોય યુવાને પોતાની રીતે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, અલ્પેશે આ ગાડી બારોબાર વેચી નાખી છે. જેથી પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થતા તેમણે અંતે આ મામલે ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી લોધિકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. .