-નિયમ નહીં માનનારને 1.11 લાખનો દંડ
જીવલેણ ગરમીથી બચવા માટે યુએઈએ બપોરે સાડા 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી બહાર કામ કરવા પર રોક લગાવી છે. આ રોક 15 જૂનથી લાગૂ કરાઈ છે અને 30 સપ્ટેમ્બર સુધી રહેશે. આ નિયમને ન માનનારા માલિક પાસેથી પ્રતિ કર્મચારી 5 હજાર દિરહામનો દંડ વસૂલાશે. ભારતીય કરન્સી પ્રમાણે આ રકમ 1 લાખ 11 હજાર રૂપિયા જેટલી થાય છે.
- Advertisement -
હવે સવાલ એ છે કે ભારતમાં શું આવું થઈ શકે ખરું? અનેક લોકો એમ પણ કહેશે કે ગરીબ માણસ કામ નહીં કરે તો ખાશે શું. બની શકે કે કેટલાક લોકો માનવાધિકારોના નામ પર આ નિયમને ભારતમાં લાગૂ કરવાની વાત કરે. સાચુ એ છે કે ભારતમાં હાલ તો આવું દૂર દૂર સુધી કોઈ વિચારતું પણ હોય એવું લાગતું નથી. ભારતમાં દુરંદર્શી વિચારસરણીનો અભાવ જરૂર દેખાય છે.
પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ના જણાવ્યાં મુજબ ભારતમાં સરેરાશ 49 ટકા લોકો બહાર એટલે કે ખુલ્લામાં આકાશ નીચે રોજ ગરમીમાં કામ કરે છે. તેમના સ્વાસ્થ્ય કામ કરવાની ક્ષમતા બંને પ્રભાવિત થાય છે. વર્લ્ડ બેંકના ગત વર્ષના રિપોર્ટ મુજબ ભારતમાં 2030 સુધી તેજ ગરમી એટલે કે હીટવેવના કારણે 3 કરોડથી વધુ લોકોએ પોતાનું કામ છોડવું પડી શકે છે અને 200 મિલિયન એટલે કે 20 કરોડ લોકો ગરમીથી ખરાબ રીતે પ્રભાવિત થશે. ખેતી અને મજૂરીના કામમાં લાગેલા લોકો પર તેની સૌથી ખરાબ અસર પડશે.
ગરમીથી પરસેવો અને ગભરાહટના કારણે કામ કરવાની ક્ષમતા ઘટે છે. કામ કરવાના કલાકો ઓછા થવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. સતત તડકામાં કામ કરવાથી માણસના શરીરનું સરેરાશ તાપમાન વધે છે. જેના કારણે પેટ ખરાબ થાય છે અને લાંબા સમયથી તાપમાં કામ કરવાથી મગજ ઉપર પણ ખરાબ અસર થવાનું જોખમ રહે છે.
- Advertisement -
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO) ના 2019ના રિપોર્ટ વર્કિંગ ઓન એ વાર્મર પ્લેનેટ- ધ ઈમ્પેક્ટ ઓફ હીટ સ્ટ્રેસ ઓન લેબર પ્રોડક્ટિવિટી એન્ડ ડિસેન્ટ વર્ક માં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે ભારતમાં હીટ સ્ટ્રેસના કારણે 2030માં 5.8 ટકા કામના કલાકો ઓછા થવાની આશા છે. ભીષણ ગરમીના કારણે 2021માં ભારતમાં 167.2 અબજ કામના કલાકોનું નુકસાન થયું. જેના કારણે જે નુકસાન થયું તે દેશની 5.4 ટકા જીડીપી બરાબર છે.