રેસકોર્સમાં શહેર ભાજપ આયોજીત ગણેશ મહોત્સવમાં લાડુ જમણ સ્પર્ધા યોજાઈ
કાલે ગણપતિ વિસર્જન: તમામ શ્રેણીઓના કાર્યકર્તાઓને ઉમટી પડવા અનુરોધ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં છેલ્લા 18 વર્ષથી રેસકોર્ષ ખાતે સિદ્ધિ વિનાયક ધામના નામથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર સૌરાષ્ટ્રના ભાઇ -બહેનો માટે લાડુ જમણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.લાડુ જમણ સ્પર્ધામાં પુરુષોની કેટેગરીમાં બળવંતભાઇ રાગવાણીએ 18 લાડુ, ગોવિંદભાઈ લુણાગરીયાએ 17 લાડુ અને પરેશભાઈ બાલવિયાએ 12 લાડુ ખાઈને પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંક મેળવ્યો હતો.
લાડુ સ્પર્ધામાં સાવિત્રી યાદવે 12 લાડુ, કોમલ યાદવે 11 લાડુ અને ઉજીબેન પંડ્યાએ 9 લાડુ આરોગીને વિજેતા બન્યા હતાં. આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ ડો. માધવ દવેએ જણાવેલ હંમેશા શુભ પ્રસંગ, તહેવાર અને પ્રસાદ સાથે જોડાયેલા છે. આવી સ્પર્ધા એ જનસંપર્કનું હળવું અને મીઠાશભર્યું માધ્યમ બની રહે છે. લાડુ જમણ સ્પર્ધા માત્ર ખાવાની સ્પર્ધા” નથી, પરંતુ સાંસ્કૃતિક પરંપરા, સામાજિક સમરસતા અને મીઠાશભર્યા સંબંધોને ઉજાગર કરતો એક મહોત્સવ છે. મીઠાશભરેલા આ અનોખા કાર્યક્રમમાં ભાગ લેનારાઓએ માત્ર સ્પર્ધાનો જ નહીં, પરંતુ મિત્રતાભર્યા વાતાવરણનો પણ આનંદ માણ્યો હતો.