એડવોકેટ રણજીત મકવાણાની દલીલ માન્ય રાખતી રાજકોટ સેશન્સ કોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના વિંછીયા રૂપાવટીની સગીરાને સગા મામાએ અપહરણ, દુષ્કર્મ અને બળાત્કાર ગુજારવાના ગુન્હા સબબ તેમજ મિત્રોને એન્ટીક ચશ્મા અપાવવાની લાલચ આપી ભોગ બનનારના પિતાએ વિંછીયા પોલીસ સ્ટેશનમાં પોતાની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ બળાત્કારની ફરિયાદ નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપી વિનુભાઈ હીરાભાઈ સોલંકી, મેરામભાઈ પોપટભાઈ કાણોતરા, વલ્લભભાઈ બચુભાઈ સાપરા, બાબુભાઈ ઉર્ફે ટીણો ભુપતભાઈ મકવાણા, દિનેશભાઈ ગોબરભાઈ ચોવસીયાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજૂ કરતાં આરોપી તે દિવસથી જેલહવાલે કરવામાં આવેલો, જેને નામદાર રાજકોટની સેશન્સ (સ્પેશ્યલ પોકસો) કોર્ટમાં મેરામભાઈ પોપટભાઈ કાણોતરા, વલ્લભભાઈ બચુભાઈ સાપરા, બાબુભાઈ ઉર્ફે ટીણો ભુપતભાઈ મકવાણા જામીનમુક્ત કરવા હુકમ કર્યો છે.આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના આરોપીઓ એન્ટીક ચશ્મા મેળવવા માટે આ કામના ભોગ બનનાર રહે. રૂપાવટીવાળાનું આરોપીઓ દ્વારા મોટર સાયકલ તથા બોલેરો ગાડીમાં જનડા-કંધેવાળીયા ગામે ભેગા થઈ પૂર્વઆયોજિત કાવતરુ ઘડી વિંછીયા-રૂપાવટી રોડ પર આવેલ અંબાજી માતાના મંદિર પાસે પહોંચી આરોપીઓ રૂપાવટીથી ભોગ બનનારનું મોટર સાયકલમાં અને વિંછીયા રૂપાવટી રોડ ઉપર અંબાજી માતાના મંદિર પાસેથી બોલેરો ગાડીમાં અપહરણ કરી આ કામના માંડવધાર ગામે રહેતા આરોપી વલ્લભભાઈની વાડીએ ભોગ બનનાર અને મુખ્ય આરોપી દિનેશભાઈ ચોવસીયાને આશરો આપેલો હતો.
- Advertisement -
વિંછીયા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલ હોય જેમાં બી.એન.એસ.ની કલમ 137(2) મુજબ કરેલ અને આરોપીની અટક થતાં આરોપીઓ ઉપર બી.એન.એસ.ની કલમ 64(2) એફ.એમ. 140(3), (4), 142, 143 (1) (સી) (ડી), 61 (2) તથા પોકસોની કલમ 6, 17નો ઉમેરો કરી આરોપીઓને જેલહવાલે કરી સગીર વયની દીકરીને એન્ટીક ચશ્માના બદલામાં આપી મુખ્ય આરોપીએ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ અને બળાત્કાર કરેલ હોય અને મુખ્ય આરોપી અને મદદગારી કરનાર મેરામભાઈ પોપટભાઈ કાણોતરા, વલ્લભભાઈ બચુભાઈ સાપરા, બાબુભાઈ ઉર્ફે ટીણો ભુપતભાઈ મકવાણાએ ઉપરોક્ત કામ સબબ જામીન પર મુક્ત થવા માટે જામીન અરજી રાજકોટની સેશન્સ (સ્પેશ્યલ પોકસો) કોર્ટમાં કરી હતી. જેમાં આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ રણજીત બી. મકવાણા દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તેમજ વડી અદાલતના રજૂ રાખેલ ચૂકાદાઓને ધ્યાનમાં લઈ રાજકોટની સેશન્સ કોર્ટ (સ્પેશ્યલ પોકસ) આ કામના આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, યોગેશ એ. જાદવ, ભરતભાઈ ધરજીયા, કેવીન એમ. ભંડેરી, વિરલ ચૌહાણ તેમજ મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા રોકાયેલા હતા.



