BAFTA એવોર્ડ્સમાં ફિલ્મ ઓપેનહાઇમરએ સૌથી વધુ એવોર્ડ જીત્યા છે. સાથે જ આ એવોર્ડ ફંક્શન ભારત માટે ખાસ હતો કારણ કે દીપિકા પાદુકોણ એવોર્ડ આપનાર લિસ્ટમાં સામેલ હતી.
વિશ્વના 4 સૌથી મોટા એવોર્ડ્સમાંથી એક એવા BAFTA એવોર્ડ્સ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં યોજાયા હતા. ગોલ્ડન ગ્લોબ્સની જેમ દુનિયાભરના સિનેમાપ્રેમીઓ પણ ઓસ્કાર પહેલા યોજાયેલા આ એવોર્ડ સમારોહની રાહ જુએ છે અને આ વખતે બાફ્ટા ભારત માટે પણ ખાસ હતો, કારણ કે અભિનેત્રી દીપિકા પાદુકોણ વિજેતાઓને એવોર્ડ આપનાર લિસ્ટમાં સામેલ હતી.
- Advertisement -
Congratulations to Cillian Murphy who is awarded the BAFTA for Leading Actor 🏆 @OppenheimerFilm @UniversalPics #EEBAFTAs pic.twitter.com/BZiee65hEG
— BAFTA (@BAFTA) February 18, 2024
- Advertisement -
જણાવી દઈએ કે આ એવોર્ડ સમારોહમાં ફિલ્મ ‘ઓપેનહાઇમર’ ઘણી લોકપ્રિય રહી હતી. ગોલ્ડન ગ્લોબ અને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સ પછી,’ઓપનહેઇમર’ એ બાફ્ટામાં સૌથી વધુ 7 એવોર્ડ જીત્યા છે. રોબર્ટ ડાઉનીને આ ફિલ્મ માટે બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટરનો ખિતાબ મળ્યો છે. સિલિયન મર્ફીએ બેસ્ટ એક્ટર જીત્યો જ્યારે ક્રિસ્ટોફર નોલાને બેસ્ટ ડિરેક્ટર માટે તેમની કારકિર્દીનો પ્રથમ બાફ્ટા એવોર્ડ જીત્યો. ‘ઓપનહેઇમર’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો. આ સિવાય ફિલ્મે બેસ્ટ એડિટિંગ, બેસ્ટ સિનેમેટોગ્રાફી અને ઓરિજિનલ સ્કોરનો ખિતાબ પણ જીત્યો છે.
Deepika Padukone joins us tonight ✨ #EEBAFTAs pic.twitter.com/gf91syPr0q
— BAFTA (@BAFTA) February 18, 2024
બાફ્ટા એવોર્ડ્સ 2024માં દીપિકા પાદુકોણ લોકો વચ્ચે ચર્ચાનું કારણ બની હતી. આ એવોર્ડમાં તેને ચમકદાર સાડી પહેરીને તેની સુંદરતા વડે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીએ દુઆ લિપા અને ડેવિડ બેકહામ જેવી હસ્તીઓ સાથે સ્ટેજ શેર કર્યું હતું. એક્ટ્રેસના આ લુકના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. દીપિકાએ સંપૂર્ણ મેક-અપ સાથે ભારતીય અવતાર પહેરીને દેશને ગૌરવ અપાવ્યું.
Bella's back! Emma Stone celebrates her 2nd BAFTA Award win for Leading Actress 🙌 #EEBAFTAs pic.twitter.com/dWT7SsegaS
— BAFTA (@BAFTA) February 18, 2024
બાફ્ટા એવોર્ડ્સ 2024માં કોને મળ્યા એવોર્ડ, જુઓ લિસ્ટ
બેસ્ટ લીડ એક્ટ્રેસ – એમ્મા સ્ટોન (પુઅર થિંગ્સ)
બેસ્ટ લીડિંગ એક્ટર – સીલિયન મર્ફી (ઓપનહેઇમર)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ – ડા વાઈન જોય રેન્ડોલ્ફ (ધ હોલ્ડવર્સ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર – રોબર્ટ ડાઉની જુનિયર (ઓપનહેઇમર)
બેસ્ટ ડિરેક્ટર – ક્રિસ્ટોફર નોલાન (ઓપેનહાઇમર)
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે – એનાટોમી ઓફ અ ફોલ
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન – પુઅર થિંગ્સ
બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલ – પુઅર થિંગ્સ
બેસ્ટ એડિટિંગ – ઓપનહેઇમર
બેસ્ટ સિનેમેટોગ્રાફી – ઓપનહેઇમર
ઓરિજિનલ સ્કોર – ઓપનહેઇમર