બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે અંત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગઇકાલે સંસદમાં મેતો વિત (નાણાં) મંત્રી શ્રીમતી નિર્મલાજીએ વિત (નાણાં) વિધેયક પરની ચર્ચાના જવાબમાં પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારો પણ ટેક્ષની વસુલાત કરે છે તેથી પેટ્રોલ અને ડીઝલના સતત વધતાં જતાં ભાવોથી ત્રાહિમામ પેટ્રોલ અને ડીઝલના ઉપભોક્તાઓ (ગ્રાહકો) ને રાહત આપવા રાજ્ય સરકારોએ ટેક્ષ ધટાડવો જોઈએ તેવી સુફિયાણી સલાહ આપી છે અને એ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલનો GSTના માળખામાં સમાવેશ કરવા રાજ્ય સરકારો GST કાઉન્સિલની મિટિંગમાં આ મુદ્દો ઉઠાવે તો કેન્દ્ર સરકાર ચર્ચા કરવા તૈયાર છે. ત્યારે છે તેમ જણાવ્યું છે. ત્યારે બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર દ્વારા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલને રાજ્યની જનતા વતી રાજ્યના અને દેશના પેટ્રોલ અને ડીઝલના ઉપભોક્તાઓ (ગ્રાહકો) ના હિતમાં હવે પછી જ્યારે પણ GST કાઉન્સિલની મિટિંગ મળે તેમાં આ મુદ્દો ઉઠાવવા અનુરોધ કર્યો હતો અને સાથોસાથ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતિ નિર્મલાજીએ પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારો પણ ટેક્ષની વસૂલાત કરતું હોવાથી પેટ્રોલ અને ડીઝલના સતત વધતાં જતાં ભાવોથી ત્રાહિમામ પેટ્રોલ અને ડીઝલના ઉપભોક્તાઓ (ગ્રાહકો)ને રાહત આપવા રાજ્ય સરકારોને ટેક્ષ ધટાડવાની સલાહ આપ છે અને દેશની જનતાને ગુમરાહ કરે છે પરંતુ બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલ પર વેટ ધટાડે તે પહેલાં કેન્દ્ર સરકાર ૨૦૧૪-૧૫ થી અત્યાર સુધી ફ્રૂડ ઓઇલના ભાવમાં ઐતિહાસિક ઘટાડાનો લાભ દેશની જનતાને આપ્યો નથી અને ઉલ્ટાનું પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં દસેક જેટલી વખત વધારો કર્યો અને ભાવો ધટાડયા નથી તે હકીકતને છુપાવ્યા વગર સરકાર એકસાઈઝ ડયૂટીમાં satta જે વધારો કર્યો છે તેમાં ઘટાડો કરો તો પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો કરી શકાય તેમ છે અને લોકોને પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવોથી રાહત આપી શકાય તેમ છેઆ અંગે બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુમર દ્વારા નાયબ મુખ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી
રીપોર્ટ :આદીલખાન પઠાણ (બાબરા)