રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનાં 15 ઓગસ્ટ 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી. જેમા પ્રાંત અધિકારી ડો.મેહુલકુમાર બરાસરાના વરદહસ્તે ધ્વજવંદન કરી સલામી આપી હતી. તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. જેમા બાબરીયાધાર પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા જોશ અને જુસ્સા સાથે વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.
ઉપરાંત ઉત્કૃષ્ટ કામગીરી બદલ પોલીસ કર્મચારી, પ્રતિભાશાળી શિક્ષકો તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત શ્રેષ્ઠ કામગીરી કરનાર તમામ અધિકારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કર્યુ હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી ડો.મેહુલકુમાર બરાસરા, મામલતદાર એ.કે.શ્રીમાળી, તાલુકા વિકાસ અધિકારી હિતેષ પરમાર, પીએસઆઇ ચૌહાણ આસપાસના ગામના સરપંચો સહિત મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવા શાળાના આચાર્ય રાજુભાઈ ચૌહાણ, ભાવેશભાઈ વાળા સહીત તમામ સ્ટાફ દ્વારા ભારે જહમત ઉઠાવી હતી