તા. 7થી 13 જાન્યુઆરી સુધી યોજાશે પ્રદર્શન
રાજકોટના સેન્ડ આર્ટ કલાકાર બટુકભાઇ વિરડિયા રેતીમાંથી એવા કલાત્મક અને અદભૂત ચિત્રો બનાવે છે કે, જોનારને એક થાય કે હમણાં આ ચિત્ર ફ્રેમમાંથી બહાર આવીને બોલી ઉઠશે. બી.એલ.વિરડીયા જયારે કોઇપણ શહેરમાં જાય ત્યાંથી ખોબો ભરીને રેતી લઇ આવે. આમ, તો દરેક શહેરની રેતીની એક અલગ વિશેષતા અને રંગ હોય છે. પોરબંદરની નજીકની ગોલ્ડ, અલાહાબાદ, ત્રીવેણી સંગમ, સોમનાથ, દ્વારિકાની રેતી સહિત વ્હાઇટ, બ્રાઉન, યલો, ગ્રીન, રેડ, અને ગ્રે આવા અનેક રંગોની રેતી અને જો પથ્થર મળે તો તેનો ભાંગીને ભૂક્કો કરી રેતી બનાવે.
- Advertisement -
તેઓ છેલ્લા 12 વર્ષથી આ રેતી ચિત્ર બનાવે છે. તેમણે અત્યાર સુધીમાં કુદરતી રંગોના શેડ મિશ્રિત કરીને 150થી વધુ રેતી ચિત્રો પ્લાયવુડ પર તૈયાર કર્યા છે. તેમણે સ્વામી વિવેકાનંદ, પ્રમુખસ્વામી મહારાજ, ભગવાન શિવ, ઓશો, સરદાર વલ્લભભાઇ પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વગેરે જેવા મહાનુભાવોના પોટ્રેટ બનાવ્યાં છે.
- Advertisement -
પ્રાચીન કલા અને સંસ્કૃતિના વારસાની જાળવણી માટે રાજકોટના વોટસન મ્યુઝિયમ દ્વારા મ્યુઝિયમ સપ્તાહ-2023નું ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે કલાકાર બી.એલ.વિરડીયાના રેતી ચિત્રોનું એક અનોખું પ્રદર્શન તા. 7થી 13 જાન્યુઆરીના રોજ વોટસન મ્યુઝિયમ, જ્યુબેલી બાગ, રાજકોટ ખાતે યોજવામાં આવ્યું છે. આ પ્રસંગ નિમિત્તે તા.7 જાન્યુઆરીના રોજ સવારે 10:30 કલાકે પુરાતત્વ ખાતા, રાજકોટના પુરાતત્વવિદ શ્રી સમર્થ ઇનામદાર ઠવફિં શત અભિવફયજ્ઞહજ્ઞલુ વિષય પર વ્યાખ્યાયન આપશે.