હજારો ભક્તો-ભાવિકોએ પ્રગટ ગુરૂ પ.પૂ.મહંતસ્વામી મહારાજને ઓનલાઈન અર્જુ ગુરૂભક્તિ અધ્ય
ભારતીય સંસ્કૃતિમાં અષાઢી પૂર્ણિમા ‘ગુરૂપૂર્ણિમા’ તરીકે પ્રસિદ્ધ છે અને ભગવાન વેદવ્યાસજીની સ્મૃતિરૂપે ઉજવવામાં આવે છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ગુરુ વિના કોઈ જ સફળતા સંભવિત નથી તો અધ્યાત્મ જેવી ગહન વિદ્યા તો ગુરુ વિના કેવી રીતે સંભવી શકે? ગુરુ આપણને માયાના અંધકારમાથી દૂર કરી અધ્યાત્મિકતાના પ્રકાશ તરફ લઈ જાય છે.
- Advertisement -
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ દિવ્યતા અને ભવ્યતા સાથે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. જેમાં દેશ-વિદેશથી હજારો હરિભક્તો ઉપસ્થિત રહેતા હોય છે. જોકે, કોરોના સંકટને પગલે ગુરુપૂર્ણિમા મહોત્સવનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહતસ્વામી મહારાજની નિશ્રામાં રવિવાર, ૨૫ર્મી જુલાઈએ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઓનલાઈન યોજાશે.
ભારત અને વિશ્વના જુદા જુદા દેશોમાં પ્રસાર માધ્યમો દ્વારા ઘરે બેઠા સાંજે ૫:૩૦ થી ૮:૦૦ દરમિયાન, બી.એ.પી.એસ. વેબસાઈટ https://live.baps.org દ્વારા વેબ કાસ્ટિંગ તથા જીટીપીએલ કથા ચેનલ, ચેનલ નંબર ૫૫૫ પરથી આ મહોત્સવનો લાભ લઈ શકાશે. અંતર્ગત ગુરુપૂર્ણિમાનું માહાત્મય તથા સદગુરુ સંતો અને વિદ્વાન સંતો દ્વારા પ્રવચનનો અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં આશીર્વચનનો ઓનલાઈન લાભ મળશે.
- Advertisement -
આજના ગુરુપૂર્ણિમાના દિવસે આશીર્વાદ આપતા મહંતસ્વામી મહારાજે જણાવ્યું કે, ‘બધા તને-મને-ધને સુખી થાય, બાળકો અભ્યાસ સારો કરે, વડીલો વ્યવસાય કરે પણ સાથે સત્સંગ પણ અચ કરે અને આ વર્ષે વરસાદ પણ ખૂબ સારો થાય અને બધાને સુખ શાંતિ રહે એ જ ભગવાનને પ્રાર્થના.’
સમસ્ત ભારતવર્ષ પોતાના ગુરૂનું પૂજન કરી શુભ પ્રેરણા મેળવે એ હિન્દુધર્મની પ્રણાલિકા છે. આ પ્રણાલિકા અનુક્રમે બી.એ.પી.એસ. સંસ્થાના હજારો કેન્દ્રોની અંદર ધામધૂમપૂર્વક ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. જે અંતર્ગત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, રાજકોટ ખાતે પણ આ ઉત્સવની ઉજવણી કરવામાં આવેલી જેમાં કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી અને સંતોએ ઠાકોરજી અને ગુરુના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરેલી. મંદિરે ઉપસ્થિત હરિભક્તોએ પણ સોશ્યલ ડીસ્ટન્સ જાળવી ગુરુભક્તિ અદા કરી હતી.