હોસ્પિટલના ખાટલેથી ઈમરાનખાનની જાહેરાત
ખાસ-ખબર સંવાદદાતા
વઝીરાબાદમાં હત્યાના કરાયેલા પ્રયાસની તપાસ માટે ન્યાયિક પંચ રચવાના વડા પ્રધાન શહેબાઝ શરીફના નિર્ણયનું પણ સ્વાગત કર્યું.
- Advertisement -
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આવતીકાલથી આઝાદી લોંગ માર્ચ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે મંગળવારથી આઝાદી લોંગ માર્ચ ટુ ઈસ્લામાબાદ ફરી શરૂ થશે. શૌકત ખાનુમ હોસ્પિટલથી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ઈમરાન ખાને કહ્યું કે આઝાદી લોંગ માર્ચ વજીરાબાદથી ફરી શરૂ થશે અને તે દરરોજ હોસ્પિટલમાંથી લોંગ માર્ચના સહભાગીઓને સંબોધિત કરશે. તેમણે કહ્યું કે આઝાદી લોંગ માર્ચ 10 થી 15 દિવસમાં રાવલપિંડી પહોંચશે, જ્યાં તેઓ પોતે પણ આઝાદી લોંગ માર્ચમાં જોડાશે.
ઈમરાન ખાને જનતાને આ કૂચમાં જોડાવા અને ભયની બેડીઓ તોડવા માટે આમંત્રણ આપ્યું છે. ભૂતપૂર્વ વડા પ્રધાને જાહેર રેલી દરમિયાન વઝીરાબાદમાં હત્યાના પ્રયાસની તપાસ માટે ન્યાયિક પંચ રચવાના વડા પ્રધાન શહેબાઝ શરીફના નિર્ણયનું પણ સ્વાગત કર્યું હતું.