શિવા અય્યાદુરઈ વૈજ્ઞાનિક અને ઉદ્યમી છે
ખાસ-ખબર સંવાદદાતા
વૈજ્ઞાનિક અને ઉદ્યમી શિવા અય્યાદુરઈ 2024ની અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સ્વતંત્ર ઉમેદવાર તરીકે પોતાની દાવેદારીની જાહેરાત કરનારા ચોથા ભારતીય અમેરિકી બની ગયા છે. મુંબઈમાં જન્મેલા 59 વર્ષીય અય્યાદુરઈએ તાજેતરમાં જ તેમના અભિયાનની જાહેરાત કરતાં કહ્યું હતું કે તે ડાબેરી અને જમણેરી પંથથી અલગ અમેરિકાની સેવા કરવા ઈચ્છે છે જેથી લોકોને એવું સમાધાન આપી શકે જેની તેમને જરૂૂર છે અને તે તેના હકદાર પણ છે.
- Advertisement -
અય્યાદુરઈએ કહ્યું કે હું અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા જઈ રહ્યો છું. આપણે એવા વળાંક પર ઊભા થઇએ જ્યાં કાં તો સુવર્ણ યુગ તરફ જઈ શકીએ છીએ કાં પછી અંધારામાં. અમેરિકા ત્યારે જ મહાન બનશે જ્યાં ઈનોવેટર, ઉદ્યમી, સ્કિલ્ડ વર્કર લોકો અને તેના માટે પ્રતિબદ્ધ લોકો સામાન્ય જ્ઞાન અને તર્કનો ઉપયોગ કરી દેશને ચલાવે.
અય્યાદુરઈ 1970માં ભારત છોડી ગયા હતા
અય્યાદુરઈ 1970માં ભારત છોડી ગયા હતા અને તેમના માતા-પિતા સાથે અમેરિકી સપનાને જીવવા માટે પેટર્સન, ન્યૂજર્સી આવી ગયા હતા. તેમણે તેમના અભિયાનની વેબસાઈટ પર જણાવ્યું કે હું 1970માં ભારતની જાતિ વ્યવસ્થાને છોડી દીધી જ્યાં અમને નીચલી જાતિ અછૂત અને નિંદનીય માનવામાં આવતા હતા. અય્યાદુરઈ ભારતીય અમેરિકી એરોસ્પેસ એન્જિનિયર હર્ષવર્ધન સિંહ, દક્ષિણ કેરોલિનાના પૂર્વ ગવર્નર નિક્કી હેલી અને ઉદ્યમી વિવેક રામાસ્વામી બાદ 2024ની અમેરિકી રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ થનારા ચોથા ભારતીય અમેરિકી છે.