ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન આપકે દ્વાર, આયુષ્યમાન આરોગ્ય મેળો, આયુષ્યમાન સભા સ્વચ્છતા અભિયાન, અંગદન પ્રતિજ્ઞા, રક્તદાન શિબિરનું ઇ-લોકાર્પણ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આજ રોજ શામળદાસ ગાંધી, ટાઉનહોલ, જૂનાગઢ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા તેમજ ડે.મેયર ગીરીશભાઈ કોટેચા,એસડીએમ ભીમિબેન કેશવાલા,પલ્લવીબેન ઠાકર, ડો.પાલા અને પ્રોગ્રામ અધિકારી ગીતાબેન વણપરીયા ઉપસ્થિત રહ્યા હતા.
‘આયુષ્યમાન ભવ કાર્યક્રમ’ અંતર્ગત ‘આયુષ્યમાન આપકે દ્વાર’ કાર્યક્રમ યોજાયો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/09/JUNAGADH-AYUSHMAN-BHAV-KARYAKARM-ANTRAGAT-KARYAKRAM-YOJAYO-860x487.jpg)