આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’નું ટ્રેલર આજે રિલીઝ થશે પણ એ પહેલા પૂજાના અવતારમાં આયુષ્માન ખુરાનાનું નવું પોસ્ટર બહાર પડવામાં આવ્યું છે.
બોલિવૂડ સ્ટાર્સ આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ 25 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ આ ફિલ્મ સમાચારોમાં હતી અને લોકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’નું નવું પોસ્ટર આજે એટલે કે મંગળવારે સામે આવ્યું છે. આ સાથે જ તમનએ જણાવી દઈએ કે તેનું ટ્રેલર પણ આજે જ સામે આવશે. આયુષ્માન ખુરાનાએ પોતાની ફિલ્મનું નવું પોસ્ટર શેર કરીને ટ્રેલર માંટએ લોકોની આતુરતા વધુ વધારી છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’નું નવું પોસ્ટર રિલીઝ
જણાવી દઈએ કે ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ના નવા પોસ્ટરમાં આયુષ્માન ખુરાના પૂજા અવતારમાં જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે પહેલીવાર ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’માં કામ કરવા જઈ રહ્યા છે. આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’નું ટ્રેલર આજે એટલે કે મંગળવારે રિલીઝ થવા જઈ રહ્યું છે. આયુષ્માન ખુરાનાએ ફિલ્મના ટ્રેલરમાંથી એક નવું પોસ્ટર શેર કર્યું છે જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ના નવા પોસ્ટરમાં, તમે પૂજાના અવતારમાં આયુષ્માન ખુરાનાને કારના બોનેટ પર ઉભેલા જોઈ શકો છો અને ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટ તેને નીચેથી જોઈ રહી છે. આયુષ્માન ખુરાનાએ ફિલ્મના નવા પોસ્ટર સાથે લખ્યું છે, ‘ટ્રાફિક જામ થવાનો છે, કારણ કે પૂજા આવવાની છે. ડ્રીમ ગર્લ 2નું ટ્રેલર આજે રિલીઝ થશે. ડ્રીમ ગર્લ 2 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
View this post on Instagram
ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ 25 ઓગસ્ટે રિલીઝ થશે
આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ વર્ષ 2019માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેણે લોકોનું જોરદાર મનોરંજન કર્યું હતું. હવે ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ 25 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’નું નિર્દેશન રાજ શાંડિલ્યએ કર્યું હતું અને ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’નું નિર્દેશન પણ તેઓ જ કરવા જઈ રહ્યા છે.. આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ને લોકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો, હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ને કેવો પ્રતિસાદ મળે છે.