આયુષ્માન ભવ: અભિયાન હેઠળ તા. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
આરોગ્ય સેવાઓ જન જન સુધી પહોંચે તે હેતુથી તા. 13 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ‘આયુષ્માન ભવ’ અભિયાનનો રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવામાં આવ્યો છે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાનો આયુષ્માન ભવ: શુભારંભ કાર્યક્રમ ૠખઊછજ મેડીકલ કોલેજ મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો.
- Advertisement -
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર એન. કે. મુછાર, મેડીકલ કોલેજ ૠખઊછજ મોરબીના ડીન અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સહિત અધિકારીઓ તથા આરોગ્યના તમામ કર્મચારી, નિક્ષય મિત્રો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિક્ષય મિત્રો દ્વારા ટીબી નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી હતી. આ સેવાકીય પ્રવૃતિઓ માટે કુલ 12 નિક્ષય મિત્રોને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.