4078 લાભાર્થીએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધા
ખાસ-ખબર સંવાદદાતા
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના સહયોગ તથા જિલ્લા વિકાસ અધિકારી-મોરબીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત, આયુર્વેદ શાખા, મોરબી દ્વારા ગત 13 જાન્યુઆરીને શુક્રવારે શિશુ મંદિર કેમ્પસ – હળવદ ખાતે સરકારી આયુર્વેદ હોસ્પીટલ – મોરબીના સહયોગથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
- Advertisement -
આયુષ મેળા દરમિયાન 430 લાભાર્થીઓએ આયુર્વેદ નિદાન-સારવાર સેવા, 190 લાભાર્થીઓએ હોમીયોપેથી નિદાન-સારવાર સેવા, 70 લાભાર્થીઓએ જરા ચિકિત્સા સેવા, 180 લાભાર્થીઓએ પ્રકૃતિ પરીક્ષણ સેવા, 45 લાભાર્થીઓએ પંચકર્મ ચિકિત્સા સેવા, 48 લાભાર્થીઓએ અગ્નિકર્મ ચિકિત્સા સેવા, 850 લાભાર્થીઓએ અમૃતપેય-ઉકાળા-સંશમની વિતરણ સેવા, 340 લાભાર્થીઓએ આર્સેનિક-આલ્બમ 30 વિતરણ સેવાનો લાભ લીધો હતો. આ ઉપરાંત 140 લાભાર્થીઓએ પ્રત્યક્ષ યોગ નિદર્શન તથા 1800 લાભાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું હતું.
આમ કુલ 4078 જેટલા લાભાર્થીઓએ આયુર્વેદની વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.