અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને આ દરમિયાન દરેક સેલેબ્સ રામની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા.
અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને દરેક ભારતીય આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે. આ દિવ્ય કાર્યક્રમને લઈ લોકો અત્યારે રામમય બન્યા છે. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી દરેક લોકો રામની ભક્તિમાં મગ્ન દેખાય છે.
- Advertisement -
#WATCH | Uttar Pradesh | Nita Ambani, Akash Ambani-Shloka Mehta at the Ayodhya Ram Temple pranpratishtha ceremony. pic.twitter.com/8chqPYEZGs
— ANI (@ANI) January 22, 2024
- Advertisement -
રામલલાના ‘પ્રાણ-પ્રતિષ્ઠા’ કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ આ માટે અયોધ્યા પહોંચ્યા છે. પીએમ મોદીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા ભાગ લીધો હતો. આ અવસરે પીએમ મોદીની સાથે આરએસએસ ચીફ મોહન ભાગવત અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.
#SubhashGhai shares a star-studded pic featuring #RohitShetty, #AliaBhatt, #RanbirKapoor, #VickyKaushal and #KatrinaKaif from the pran pratishtha ceremony at the Ram Mandir inauguration in Ayodhya. ✨ pic.twitter.com/mzfSVAjGWt
— Filmfare (@filmfare) January 22, 2024
હાલ મંદિર પરિસરની અંદરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં તમામ ફિલ્મ સ્ટાર્સ સાથે બેઠા છે. સેલેબ્સ રામની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા હતા. વીડીયોમાં આલિયા-રણબીર, આકાશ-શ્લોકા, આયુષ્માન, વિકી-કેટરિના એક જ ફ્રેમમાં જોવા મળ્યા હતા.
અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પ્રસંગે બોલિવૂડની અનેક હસ્તીઓની ભીડ જામી હતી. આ દરમિયાન સુભાષ ઘાઈએ એક સેલ્ફી શેર કરી હતી, જેમાં ઘણા કલાકારો અને અભિનેત્રીઓ જોવા મળ્યા હતા. આ સાથે જ અનેક કલાકારોએ ઘંટડી વગાડીને રામલલાનું સ્વાગત કર્યું હતું.
View this post on Instagramઆ તરફ કંગના રનૌતે પ્રાણ પ્રતિષ્ઠા સમયનો એક વિડીયો શેર કર્યો છે, જેમાં મંદિર પર ફૂલવર્ષા થઈ રહી છે અને આ ક્ષણની સાક્ષી બનવા પર કંગના ખુશીથઈ ઊછળી પડતી દેખાઈ રહી છે.



