શ્રીલંકાએ ભારત સામેની બીજી T20 મેચમાં 16 રને રોમાંચક વિજય મેળવ્યો છે. ભારતીય ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં 21 રન બનાવવાના હતા પરંતુ ટીમ ઈન્ડિયાના બેટ્સમેન 21 રન બનાવવામાં નિષ્ફળ રહ્યા.
શ્રીલંકાએ બીજી T20 મેચમાં ભારતને 16 રને હરાવ્યું છે. અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવે ભારતને જીતાડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો
- Advertisement -
ભારતને બીજી T20 મેચમાં 16 રને હારનો સામનો કરવો પડ્યો છે. 207 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ આઠ વિકેટે 190 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી અક્ષર પટેલે 31 બોલમાં 65 રન બનાવ્યા જેમાં છ છગ્ગા અને ત્રણ ચોગ્ગા સામેલ હતા. સૂર્યકુમાર યાદવે 36 બોલમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. સૂર્યા અને અક્ષરે છઠ્ઠી વિકેટ માટે 40 બોલમાં 91 રનની ભાગીદારી કરી હતી. ભારતને છેલ્લી ઓવરમાં 21 રન બનાવવાના હતા પરંતુ કેપ્ટન દાસુન શનાકાએ અક્ષરને આઉટ કરીને અપેક્ષાઓ તોડી નાખી હતી.
India gave it their all, but Sri Lanka have drawn level in the series with a win in a high-scoring game in Pune 👏#INDvSL | 📝 Scorecard: https://t.co/Kbt60yEhau pic.twitter.com/LjeGIagn5f
— ICC (@ICC) January 5, 2023
- Advertisement -
આ બીજી T20 મેચમાં ભારતને 207 રનનો ટાર્ગેટ મળ્યો હતો. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ 56 રનની તોફાની ઇનિંગ રમી, જેના કારણે તેની ટીમ 200 રનનો આંકડો સ્પર્શી શકી. કુસલ મેન્ડિસ અને ચરિત અસલંકાએ પણ શ્રીલંકા માટે ઉપયોગી યોગદાન આપ્યું હતું.
શ્રીલંકાએ ભારતને જીતવા માટે 207 રનનો ટાર્ગેટ આપ્યો હતો
શ્રીલંકાએ ભારતને જીતવા માટે 207 રનનો ટાર્ગેટ આપ્યો હતો ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ છ વિકેટે 206 રન બનાવ્યા હતા. દાસુન શનાકાએ 22 બોલમાં 56 રનની અણનમ ઇનિંગ રમી જેમાં છ છગ્ગા અને બે ચોગ્ગા સામેલ હતા. જ્યારે કુસલ મેન્ડિસે 52 અને ચરિત અસલંકાએ 37 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઉમરાન મલિકે ત્રણ અને અક્ષર પટેલે બે વિકેટ ઝડપી હતી.
Innings Break!
3⃣ wickets for @umran_malik_01
2⃣ wickets for @akshar2026
Target for #TeamIndia: 207
Scorecard ▶️ https://t.co/Fs33WcZ9ag #INDvSL pic.twitter.com/O8IKZLHabc
— BCCI (@BCCI) January 5, 2023
શ્રીલંકાની ટીમે ધમાકેદાર શરૂઆત કરી છે. કુસલ મેન્ડિસ અને પથુમ નિસાંકા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. શ્રીલંકાનો સ્કોર 3.3 ઓવરમાં 41 રન પર પહોંચી ગયો હતો.
અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવે પોતપોતાની અડધી સદી પૂરી કરી
અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવે પોતપોતાની અડધી સદી પૂરી કરી છે. અક્ષરે 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી જેમાં છ છગ્ગા અને બે ચોગ્ગા સામેલ હતા. આ સાથે જ સૂર્યાએ 33 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. સૂર્યાએ ત્રણ સિક્સર અને ત્રણ ફોર ફટકારી હતી.
2⃣ wickets in an over! 👏 👏@umran_malik_01 dismisses Charith Asalanka & Wanindu Hasaranga 👍 👍
Sri Lanka 6 down
Follow the match ▶️ https://t.co/Fs33WcZ9ag #TeamIndia | #INDvSL pic.twitter.com/p4Azy9teT7
— BCCI (@BCCI) January 5, 2023
ભારતીય ટીમમાં અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવે ટીમમાં પરત આવ્યા છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં 50થી વધુ રનની ભાગીદારી કરી હતી. ત્યારે ભારતનો સ્કોર પાંચ વિકેટે 117 રન છે. સૂર્યકુમાર યાદવ 35 અને અક્ષર પટેલ 44 રન બનાવીને રમી રહ્યા હતા.
ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રાહુલ ત્રિપાઠી ભારત તરફથી ડેબ્યૂ કરી રહ્યો છે. આ સાથે જ હર્ષલ પટેલની જગ્યાએ અર્શદીપ સિંહને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો છે.