જૂનાગઢ જિલ્લામાં આટલાં સરકારી તંત્ર છતાં ખનીજ ચોરીઓ બેફામ
2024-25માં કુલ 199 કેસોમાં 213.57 લાખની વસુલાત
કલેકટરના અધ્યક્ષ સાથે કમિટિની મિટિંગમાં ખનીજ ચોરીની સમીક્ષા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ જીલ્લો બ્લેકટ્રેપ, લાઈમસ્ટોન અને સાદી રેતી જેવી ખનિજોથી સમૃદ્ધ જીલ્લો છે. તેનો પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ થાય તેમજ આ ખનીજોનું ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહ અંકુશમાં લાવી શકાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષમાં વિવિધ પ્રયત્નો કરવામાં આવેલ છે.કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા કક્ષાએ ખનીજ ચોરી બાબતે ટાસ્કફોર્સની મીટીંગ યોજાય જેમાં જીલ્લા કક્ષાએ થતી આ કમિટી મિટિંગમાં ગેરકાયદે ખનન અને સંગ્રહને અંકુશમાં લાવવા વિવિધ ઉપાયો અંગે ચર્ચા કરી તેને અમલમાં લાવે છે. આ કમિટીનાં જીલ્લા તમામ અધિકારીઓ સાથે પ્રાદેશિક અધિકારી – ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને જીલ્લા ભુસ્તરશાસ્ત્રી તેના સભ્ય સચિવ છે.
સમગ્ર વહીવટી અને રેવન્યુ તંત્રની સાથે મળીને જુનાગઢ ખાણ ખનિજ કચેરી દ્વારા વર્ષ 2023-24માં ગેરકાયદે ખનનનાં 9 કેસોમાં 26.22 લાખની વસુલાત, ગેરધોરણ વહનનાં 126 કેસોમાં 127.65 લાખની વસુલાત, ગેરકાયદે સંગ્રહનાં 14 કેસોમાં 10.65 લાખની વસુલાત આમ. કુલ 149 કેસોમાં 164.પર લાખની વસુલાત કરવામાં આવેલ તેમજ 4 પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. વહીવટી અને રેવન્યુ તંત્રની સાથે મળીને ખનિજ કચેરી દ્વારા વર્ષ 2024-25માં ગેરકાયદે ખનનના 13 કેસમાં 27.93 લાખની વસુલાત, ગેરકાયદે વહનનાં 175 કેસોમાં 181.76 લાખની વસુલાત ગેરધોરણ સંગ્રહના 11 કેસોમાં 388 લાખની વસુવાત આમ કુલ 199 કેસોમાં 213.57 વાખની વસુલાત કરવામાં આવેલ તેમજ 6 પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જુનાગઢ જિલ્લામાં 5088 ચો.કિ. વિસ્તાર ધરાવે છે અને જીલ્લામાં આશરે 518 જેટલા ગામો આવેલા છે દરેક જગ્યાએ ખાણ ખનિજની ટીમ પહોચી ન વળે તેથી દરેક ગામના સરપંચ અને તલાટીને ખનિજ ચોરી રોકવાની જવાબદારી આપતો પરિપત્ર કલેકટર દ્વારા કરવામાં આવેલ છે જેથી દરકે ગામની ગૌચરની જમીનોનું રક્ષણ થઇ શકે, ગૌચર અને સરકારી જમીનોમાં દબાણ, પેશકદમી, ખનિજ ચોરી અટકાવી શકાય. રેવન્યુ તંત્રનાં પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને ખનિજ અધિકારીઓ આકસ્મિક રીતે જીલ્લામાં દરેક જગ્યાએ દિવસ અને રાત્રે વાહન ચેકિંગ પેટ્રોલીંગ કરે છે. અત્રેના જિલ્લાના ડીવાયએસપીને આ બાબતે ખનિજનાં નોડલ અધિકારી તરીકે ઓર્ડર પણ કરવામાં આવેલ છે જેથી તંત્રને પોલીસની મદદ મળી રહે છે આવા પેટ્રોલિંગ દરમ્યાન જાણવા મળેલ કે ખનિજ ચોરો દ્વારા ખનિજ ચોરી અટકાવતા અધિકારીઓની રેકી કરવામાં આવે છે. તેમનો પીછો કરી તેમનું ધ્યાન રાખવામાં આવે છે અને વોટ્સઅપ ગ્રુપ દ્વારા તેમના લોકેશનોની માહિતી ખનિજ ચોરોને પહોયાડવામાં આવે છે આવા વોટ્સઅપ ગ્રુપ સામે તંત્ર દ્વારા પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. ચેકિંગ દરમ્યાન એવું પણ જાણવા મળે કે અમુક લીઝ ધારક ફેક રોયલ્ટી પાસ બનાવે છે તેઓ મૂળ રોયલ્ટી પાસમાં ઓછું વજન દર્શાવી રોયલ્ટીની ચોરીમાં આવા ઓપરેટર લીઝ ધારક સામે તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ કરેલ.
- Advertisement -
જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરી તથા ફલાઇંગ સ્કવોર્ડ દ્વારા છેલ્લા બે વર્ષમાં કુલ 24 લીઝોની માપણી કરવામાં આવેલ છે. જેમાં ગેરધોરણે ખનન અંગે 10602.24 શાખનો દંડ આકારવામાં આવેલ છે. જેમાં કુલ 17 લીઝ ધારકોનાં ઓનલાઈન વર્ચુઅલ એકાઉન્ટ એટીઆર લોક કરવામાં આવેલ. જે પૈકી હાઈકોર્ટના આદેશ મુજબ 13 લીઝ ધારકોનાં ઓનલાઈન વર્ચુઅલ એકાઉન્ટ એટીઆર ફરી શરૂ કરવામાં આવેલ અને 05 લીઝોમાં ડી.આઈ.એલ.આર. જુનાગઢને માપણી માટે જણાવવામાં આવેલ છે. જીલ્લામાં છેલ્લા બે વર્ષમાં બાંધકામ ઉદ્યોગને પુરતું મિનરલ મટીરેયલસ મળી રહે, નવી લીઝો ચાલુ થાય અને સ્થાનિક રોજગારીની નવી તકો ઉભી થાય અને સરકારને રોયલ્ટીની આવક થાય તે માટે કુલ 68 બ્લોક પૈકી છેલ્લા બે વર્ષમાં 15 બ્લોકનું ઓકશન કરવામાં આવેલ છે તેમાં 27 બ્લોકમાં ઈરાદાપત્ર આપવામાં આવેલ છે. જે પૈકી 6 બ્લોકના કરારખત કરવામાં આવેલ.
ખાનગી માલિકીની જમીનમાં ડબલ રોયલ્ટીથી લીઝ મેળવવાની કુલ 59 અરજીઓ આવેલ. જેમાં 29 કેસોમાં પૂર્વ મંજુરી માટે દરખાસ્ત કરવામાં આવેલ છે જે પૈકી 16 અરજીઓમાં અરજદારોને ઇરાદાપત્ર આપવામાં આવેલ છે. સા રેતીના નવા 8 (આઠ) તેમજ બ્લેકટ્રેપ ખનિજનાં 3 મળી કુલ 11 બ્લોક આઈડેન્ટીફાઇડ કરવામાં આવેલ છે જેમાં સંશોધન કરી વિવિધ એનઓસીઓ મેળવી તેનું ઓકશન કરવામાં આવશે. છેલ્લા બે વર્ષમાં ખનિજ સંગ્રહ માટે 7 સ્ટોક રજીસ્ટ્રેશન માટે મિનરલ ક્ધસેશન મંજુર કરવામાં આવેલ છે. જિલ્લા ભુસ્તરશાસ્ત્રીની કચેરીએ 2023-24માં મુખ્ય ખનિજની 646,01 લાખ તથા ગૌણ ખનિજની 1298.78 લાખ ગે.થી 164.પર લાખ તથા અન્ય 5.69 મળી કુલ 2115,00 લાખ આવક થયેલ છે. તેમજ 2024-25માં મુખ્ય ખનિજની 8ર5.17 લાખ તથા ગૌણ ખનિજની 128654 લાખ ગૈથી 213.77 લાખ તથા અન્ય 5.695 મળી કુલ 2331.18 લાખ આવક થયેલ છે.