ટંકારા-પડધરીના કોંગ્રેસ ઉમેદવાર કગથરાના ગામના જ નાગરીકનો ગંભીર આક્ષેપો કરતો પત્ર વાયરલ
જાતે જ ‘કાકા’ બની બેઠેલા લલિત કગથરા સામે ગામે-ગામ આક્રોશ
- Advertisement -
લલિત કગથરા પોતાના ગામમાં પણ લોકોને નિરાંતે રહેવા નથી દેતાં, તો મતવિસ્તારનું શું ભોજીયો ભાઈ સારૂ કરશે!
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા પડધરી બેઠકમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય લલિત કગથરાને ફરી વખત ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે પરંતુ પાટીદાર અનામત આંદોલનના સહારે ધારાસભ્ય થઈ ગયેલા કગથરાને આ વખતે જીતવાની તક મળે તેવું લાગતું નથી કારણ કે લલિત કગથરા સામે અનેક ગામોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પાંચ વર્ષથી પોતાના જ રોટલા શેકનાર કગથરાથી મતદારો ગળે આવી ગયા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી ! તાજેતરમાં જ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે પ્રચારમાં ગયેલા કગથરાનો મતદારોએ રીતસરનો ઉધડો લીધો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો ત્યારે વળી લલિત કગથરાના જ ગામના એક જાગૃત નાગરીકનો કગથરા પર ગંભીર આક્ષેપ કરતો એક પત્ર વાયરલ થયો છે.
ટંકારા પડધરીના કોંગ્રેસ ઉમેદવાર લલિત કગથરાના દેપાળીયા ગામના આશિષ વી. ચૌહાણ નામના જાગૃત નાગરીકનો મતદારોને સંબોધન કરતો પત્ર સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે જેમાં જણાવાયું છે કે, લલિત કગથરા દ્વારા દેપાળીયા ગામમાં રહેતા ભરવાડ-દલીત તેમજ અન્ય ગરીબોને ગામમાં વસવાટ કરવા દેવામાં નથી આવતા. ખાસ કરીને દલીત સમાજ તથા ભરવાડ સમાજના લોકોને તેમના ગામમાં દુકાનેથી ચીજવસ્તુઓ નથી મળતી અને જો દુકાનદાર કોઈપણ વસ્તુ આપે તો દુકાનદાર પાસેથી રૂ. 500 નો દંડ વસુલવામાં આવે છે. ગામમાં એક દલીત અને એક ભરવાડ સરકાર દ્વારા આપવામાં આવેલ 100 ચો. વાર પ્લોટમાં બાંધકામ કરીને રહે છે તો તેની ઉપર કોર્ટ કેસ કરી દીધેલ છે અને હાલ પણ કેસ ચાલુ જ છે. આ ઉપરાંત જે ગરીબો ગામમાં રહે છે તેને પીવાના પાણીનું કનેકશન નથી આપતા અને જો ગરીબ લોકો જાતે પાણીનું કનેકશન લ્યે તો તેને ધાક ધમકી આપે છે અને પોલીસ કેસ કરીને પુરાવી દેવામાં આવે છે.
- Advertisement -
કોમવાદી અત્યાચારનાં મેઈન લીડર લલિત કગથરા!
પત્રમાં વધુમાં જણાવાયું છે કે, ગામમાં એક દલિત પરિવારને 1972 માં 100 વાર પ્લોટ મળેલ હતો તે પ્લોટમાં લલીત કગથરાના સગા ભાઈ મગનભાઈ કગથરાએ ધાક ધમકી આપી પ્લોટ પડાવીને કબજો કરી લીધો છે. ગામમાં પટેલ સમાજ સિવાય કોઈ જાતી ન હોવી જોઇએ તેવું કહેવું છે જેથી તે ગામમાં કોમવાદી અત્યાચાર કરે છે જેમના મેઈન લીડર છે લલીત કગથરા !