હાલ વિશ્વભરમાં તમામ ચાહકો અને સેલેબ્સ પણ જેરિમી રેનરના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. અભિનેતાની સ્થિતિ ‘નાજુક પરંતુ સ્થિર છે અને તે ICUમાં છે.
‘એવેન્જર્સ’ ફેમ હોલીવુડ અભિનેતા જેરિમી રેનર હાલના જ અઠવાડિયાના અંતે તેના ઘરની આસપાસ એકઠા થયેલા બરફને સાફ કરતી વખતે એક ભયાનક અકસ્માતનો ભોગ બન્યા હતા. એ પછી અભિનેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એમને “બલન્ટ ચેસ્ટ ટ્રૉમા અને ઓર્થોપેડિક ઈજાઓ” થઈ છે. એ પછી જેરિમી ના પ્રવક્તાએ તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપતા જણાવ્યું હતું કે રેનરની સોમવારે સર્જરી થઈ છે અને અભિનેતાની સ્થિતિ ‘નાજુક પરંતુ સ્થિર છે અને તે ICUમાં છે’ જો કે હાલ વિશ્વભરમાં તમામ ચાહકો અને તમામ સેલેબ્સ પણ જેરિમી રેનરના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
- Advertisement -
https://twitter.com/6ixworldnews/status/1610024338098655232?ref
જેરિમીના પરિવારે ડોકટરો અને નર્સોની પ્રસંશા કરી
પ્રવક્તાએ જણાવ્યું હતું કે જેરિમી નો પરિવાર તેની સંભાળ રાખતા ડોકટરો અને નર્સો, ટ્રુકી મીડોઝ ફાયર એન્ડ રેસ્ક્યુ, વાશો કાઉન્ટી શેરિફ, રેનો સિટીના મેયર હિલેરી શિવે અને કેરાનો અને મુર્ડોક પરિવારોનો આભાર વ્યક્ત કરવા માંગે છે. તેઓ અભિભૂત છે અને અભિનેતાને ચાહકો તરફથી મળેલા પ્રેમ અને સમર્થનની પ્રશંસા કરે છે.
આ રીતે થયો અકસ્માત
રિપોર્ટ્સ અનુસાર જેરિમીનું ઘર રેનોથી લગભગ 25 માઈલ દૂર માઉન્ટ રોઝ-સ્કી તાહો પાસે છે અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તે વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ હતી. અકસ્માત બાદ જેરિમી ને એરલિફ્ટ કરીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના પ્રવક્તાએ જણાવ્યું કે તેમની હાલત ગંભીર પરંતુ સ્થિર છે. તેની સારી રીતે કાળજી લેવામાં આવી રહી છે.
- Advertisement -
This holiday season, one new tradition comes with a bow. 🎁
Experience #Hawkeye, a Marvel Studios Original series, on @DisneyPlus again. pic.twitter.com/TrzMyfYOZf
— Marvel Studios (@MarvelStudios) December 23, 2022
જેરિમી રેનર હોલીવુડના જાણીતા અભિનેતા છે અને એમને બે વખત ઓસ્કાર માટે નોમિનેટ પણ કરવામાં આવ્યો છે. એમને ‘ધ હર્ટ લોકર’ અને ‘ધ ટાઉન’ જેવી ફિલ્મોમાં તેના શાનદાર અભિનય માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. જેરિમી રેનર ગયા વર્ષે મે મહિનામાં ભારત આવ્યા હતા. તે દરમિયાન તે રાજસ્થાનના અલવર શહેરમાં કેટલાક સ્કૂલના બાળકોને મળ્યા હતા. એ સમયે એમની સાથે અનિલ કપૂર પણ જોવા મળ્યા હતા.
જેરિમી હોકઆઈની ભૂમિકા માટે લોકપ્રિય
જેરિમી રેનર હોલીવુડમાં ખૂબ જ લોકપ્રિય અભિનેતા છે. વર્ષોથી, જેરિમી અનેક વિવેચકો દ્વારા વખાણાયેલી અને આર્થિક રીતે સફળ ફિલ્મોમાં દેખાયા છે. માર્વેલ સિનેમેટિક યુનિવર્સમાં તેઓ એવેન્જર્સની તમામ ફિલ્મો અને નવીનતમ વેબ સિરીઝ ‘હોકઆઈ’માં ક્લિન્ટ બાર્ટનની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે.