નવલી નવરાત્રીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભક્તો દ્વારા નવ નોરતા માતાની પૂજા-અર્ચના કરવા માટે ગરબાનું સ્થાપન કરવામાં આવે છે. અને નવ દિવસ સુધી ઉપવાસ કરી માની આરાધના કરે છે. રાજકોટમાં વિવિધ સ્થળોએ અત્યારથી જ ગરબા બનાવવાની કામગીરી કરાઈ રહી છે. દીકરીઓ દ્વારા ગરબા પર કલર કરી અને રંગબેરંગી ડિઝાઈન બનાવી ગરબાને શણગારવામાં આવી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં અવનવા શ્રૃંગારવાળા ગરબા તૈયાર કરવામાં આવી રહ્યા છે. નવરાત્રિના પર્વે માતાજીના સ્થાનકો, મઢ અને મંદિરોમાં વિધિવત ઘટના સ્થાપન બાદ સ્થાપિત કરાતા ગરબાનું મહત્વ જ કંઈક અનોખુ છે.
અવનવા શ્રૃંગારવાળા ગરબા તૈયાર: ડિઝાઈનર ગરબાની માંગ

Follow US
Find US on Social Medias