રાજકોટ, તા. ૩૦, જુલાઈ – ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ, સુશાસન સપ્તાહના જ્ઞાનશક્તિ દિન તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નિતીનું એક વર્ષ પૂર્ણ થવાના શુભ અવસર નિમિત્તે ઉદ્યોગ સાહસિકતા અને ઉદ્યોગ સાહસિકો તેમજ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા એ. વી. પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ-રાજકોટ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ-રાજકોટ અને ગવર્નમેન્ટ પોલીટેકનિક, રાજકોટ દ્વારા “એસ.એસ.આઈ.પી. રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ/પ્રોજેક્ટ કોમ્પીટીશન તેમજ એસ.એસ.આઈ.પી. નોન-રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ/પ્રોજેક્ટ કોમ્પીટીશન”નું સૌરાષ્ટ્ર-કચ્છના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર-કચ્છના ડિગ્રી તેમજ ડિપ્લોમા કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સંબંધિત ડિગ્રી અને ડિપ્લોમા કોલેજના નિર્દેશન હેઠળ ભાગ લઇ શકશે. આ માટે ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાંથી સંસ્થાઓએ https://bit.ly/3Bygbvu પર, તા. ૩ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં નોંધણી કરાવવાની રહેશે. આ કોમપિટિશન ૭મી ઓગસ્ટ ૨૦૨૧ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી સેમિનાર હોલ, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ, એ.વી.પી.ટી.આઈ. – રાજકોટ ખાતે યોજાશે. નિષ્ણાંતોની પેનલ દ્વારા સર્વસંમતિથી જાહેર કરાયેલા વિજેતાઓને પ્રમાણપત્ર, સ્મૃતિ ચિહ્ન અને રોકડ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવશે, તેમ એ.વી.પી.ટી.આઈ.ના આચાર્ય ડો. એ. એસ. પંડ્યા, સરકારી ઇજનેરી કોલેજ, રાજકોટના આચાર્ય ડો. સી. એચ. વિઠલાણી અને સરકારી પોલીટેકનિક, રાજકોટના આચાર્ય ડો. પી પી. કોટકની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.