હવે તહેવારોની સીઝનમાં વાહન વેચાણ વધુ વધવાનો આશાવાદ
તહેવારોના સમયમાં વાહનોની ખરીદીમાં મોટો વધારો થતો હોય છે પરંતુ તે અગાઉ પણ લોનથી વાહન ખરીદી વધી છે. નાણા વર્ષનાં પ્રથમ ત્રિમાસીક ગાળામાં વાહન-લોનમાં 19 ટકાનો વધારો નોંધાયો છે જે છેલ્લા ત્રણ વર્ષની સૌથી મોટી વૃધ્ધિ છે.
- Advertisement -
નાણા મંત્રાલયની ડેવલપમેન્ટ કાઉન્સીલનાં રિપોર્ટ પ્રમાણે એપ્રિલથી જુનના પ્રથમ ત્રિમાસીક ગાળામાં 1326 કરોડની ઓટોલોન આપવામાં આવી હતી જે ગત વર્ષની 1119 કરોડથી 19 ટકા હતી. ટુ-વ્હીલરનાં વેચાણમાં સાત ટકા તથા ફોર વ્હીલર-કારના વેચાણમાં પાંચ ટકા વધારો થયાનો અંદાજ ઓટોમોબાઈલ્સ ડીલર્સ ફેડરેશને દર્શાવ્યો છે. સામાન્ય રીતે આ ગાળો ‘ઓફ સીઝન’જેવો હોય છે છતાં વેચાણ વૃધ્ધિ ઓટો ક્ષેત્રનાં વિકાસનો સંકેત આપે છે.
ઓટો વિક્રેતાઓના કહેવા પ્રમાણે સેમીકન્ડકટરની અછત દુર થવાને પગલૂ સપ્લાય સરળ બની હોવાથી કાર ડીમાંડમાં વૃધ્ધિ થયાનું મનાય છે. લોનમાં વૃધ્ધિ સૂચક છે. 85 ટકા કારનું વેચાણ લોન મારફત જ થતુ હોવાનો અંદાજ છે. આજ રીતે 60 ટકા ટુ-વ્હીલર પણ લોનથી જ ખરીદાય છે. કોવીડ કાળ બાદ લોકોની આવક સ્થિર થવા લાગતા લોન લેવાનું પ્રમાણ વધ્યુ છે.
બેંકો તથા નાણાં કંપનીઓએ લોન આપવાના ધોરણો પણ હળવા કરવાની સાથોસાત આકર્ષક ઓફરો પણ આપી રહી છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ્સ ડીલર્સ એસોસીએશનનાં કો-ચેરમેન કે.વી.શ્રીનિવાસને કહ્યું કે લોકોની આવકમાં વધારો છે.તહેવારો ટાણે કર્મચારીઓને બોનસ-ઈન્ક્રીમેન્ટ મળશે. ઉપરાંત રાજયમાં ચોમાસું સારૂ ગયુ છે. એટલે ફેસ્ટીવલ સીઝન જોરદાર રહેવાનો અંદાજ છે. ઈલેકટ્રીક વાહનોને લાગેવળગે છે ત્યાં સુધી સરકારી સબસીડીનું આકર્ષણ છે.
- Advertisement -