વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સોમવારે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પાકિસ્તાન પહોંચી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ‘એક્સ’ પર લખ્યું કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે લાહોર પહોંચી છે. તે 22 ફેબ્રુઆરીએ ગદ્દાફી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામેની ટૂર્નામેન્ટની તેની પ્રથમ મેચ રમશે.
ટીમ બે જૂથોમાં પાકિસ્તાન પહોંચી હતી. પ્રથમ જૂથમાં કેપ્ટન સ્ટીવ સ્મિથ, કોચ અને સપોર્ટ સ્ટાફનાં સભ્યોનો સમાવેશ થાય છે. આ દુબઇથી કોલંબો થઈ પાકિસ્તાન પહોંચ્યાં હતાં. બીજું જૂથ કોલંબોથી દુબઇ થઈને લાહોર પહોંચ્યું જેમાં 15 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનાં બે વધારાનાં સભ્યો શામેલ હતાં.