નવા વર્ષના પહેલા જ દિવસે આ ક્રિકેટરે ઓડીઆઈ ક્રિકેટમાંથી પણ અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી છે. વર્લ્ડ કપ ફાઇનલમાં રમાયેલી ઇનિંગ્સ તેની છેલ્લી વનડે ઇનિંગ રહેશે.
નવા વર્ષના પહેલા જ દિવસે ડેવિડ વોર્નરે વિશ્વ ક્રિકેટ અને તેના ચાહકોને ચોંકાવી દીધા છે. તેણે ઓડીઆઈ ક્રિકેટમાંથી પણ અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી છે. વર્લ્ડ કપ જીત્યા બાદ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું હતું કે 2027માં ફરી મળીશું. એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે તે વનડે રમવાનું ચાલુ રાખશે પરંતુ હવે તેણે સ્પષ્ટ કર્યું છે કે તે સિડની ટેસ્ટ સાથે ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે.
- Advertisement -
વર્લ્ડ કપ ફાઇનલમાં રમાયેલી ઇનિંગ્સ તેની છેલ્લી વનડે ઇનિંગ રહેશે. જણાવી દઈએ કે વોર્નરે પાકિસ્તાન સાથેની સીરીઝની શરૂઆત પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. અત્યારે તે T-20 અને IPL રમવાનું ચાલુ રાખશે.
David Warner has announced his retirement from ODI cricket.
David Warner confirms that if he's in good form, he'll be in contention for the 2025 Champions Trophy. pic.twitter.com/zwiqjuw06q
— CricketGully (@thecricketgully) January 1, 2024
- Advertisement -
જ્યારે ડેવિડ વોર્નર સિડની ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યો હતો ત્યારે તેણે અચાનક આ વાતની જાહેરાત કરી હતી. ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે તે વનડેમાંથી પણ નિવૃત્તિ લઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સિડની ટેસ્ટમાં છેલ્લી વખત ટીમની સફેદ જર્સીમાં જોવા મળશે. આખી ટીમ તેને જીત સાથે વિદાય આપવા માંગે છે. તેની શાનદાર કારકિર્દીનો અંત ODIમાં ભારત સામે વર્લ્ડ કપ ફાઇનલમાં રમાયેલી ઇનિંગ્સ સાથે થયો હતો.
T-20 અને IPLમાં રમવાનું ચાલુ રાખશે
T20ના વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક ડેવિડ વોર્નરને પણ IPLમાં મહત્વનો ખેલાડી માનવામાં આવે છે. તેની કેપ્ટનશીપમાં જ સનરાઇઝર્સ હૈદરાબાદે ટ્રોફી જીતી હતી. જો કે, ખરાબ ફોર્મ પછી ફ્રેન્ચાઇઝીએ તેને મધ્ય સીઝનમાં કેપ્ટનશીપમાંથી દૂર કરી દીધો અને તેની સફર વિવાદાસ્પદ રીતે સમાપ્ત થઈ. હવે તે દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ છે.