સ્મીથ, ફેઝર જેવા ખેલાડીઓનુ પતુ કપાયુ
જુન મહિનામાં અમેરિકા-વેસ્ટઈન્ડીઝમાં યોજાનાર ટી20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાએ પણ ટીમનુ એલાન કર્યુ છે. ઓલરાઉન્ડર મીચેલ માર્શને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
- Advertisement -
ટી20 વર્લ્ડકપ માટે ભારત, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ તથા અફઘાનીસ્તાને ટીમો જાહેર કરી જ દીધી છે. હવે ઓસ્ટ્રેલિયાએ એલાન કર્યુ છે. 15 ખેલાડીઓની ટીમમા અનુભવી બેટર સ્ટીવ સ્મીથ, આઈપીએલમાં સ્ફોટક બેટીંગ કરી રહેલા જેક ફેઝર, અનુભવી બોલર બેહરનડોર્ફ તથા ઓલરાઉન્ડર મેટ શોર્ટની બાદબાકી થઈ છે.
જયારે એશ્ટન એવાર, ટીમ ડેવિડ, નાથન એલિસને ટીમમાં સામેલ કરાયા છે. 2022ના ટી20 તથા 2023ના વન-ડે વર્લ્ડકપમાં સામેલ મોટાભાગના ખેલાડીઓને સ્થાન અપાયુ છે. ખરાબ ફોર્મથી ઝઝુમી રહેલા સ્ટોઈનીસ તથા ગ્રીનને સ્થાન આપવામાં આવ્યુ છે.
ઓસ્ટ્રેલિયન પસંદગી સમીતીના અધ્યક્ષ જોર્જ બેલીએ કહ્યું કે સંતુલીત ટીમ પસંદ કરવામાં આવી છે અને જબરદસ્ત દેખાવ કરશે તેવો વિશ્વાસ છે.
- Advertisement -
ઓસ્ટ્રેલિયન ટીમ
મિચેલ માર્શ (કેપ્ટન), એશ્ટન એવાર, પેટ કમીન્સ, ટીમ ડેવિડ, નાથન એલિસ, કેમરન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ગ્લેન મેકસવેલ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનીસ, મેથ્યુ હેડ, ડેવિડ વોર્નર તથા એડમ જેમ્પા.