અત્યાર સુધીમાં રાઈડ્સ, ચરકડી, ખાણીપીણીના સ્ટોલના કુલ 249 ફોર્મ ઉપડ્યા જેમાંથી માત્ર
સોમવારના રમકડાના સ્ટોલ, ખાણીપીણી નાની, કેટેગરી-મધ્યમ ચકરડીના પ્લોટનો ડ્રો યોજાશે
70 ફોર્મ પરત આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્ય સરકારે એસઓપી હળવી કરતા રાજકોટનો લોકમેળો યોજાશે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ 26થી 28 સુધી ડો અને હરાજી થશે. રાઇડ્સ સંચાલકોએ માત્ર ચાર્ટર્ડ એન્જિનિયરનું એક સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે જેને માન્ય રાખવામાં આવશે. જ્યારે તા. 26 શનિવાર થી 28 જુલાઈ સુધી 234 સ્ટોલ-પ્લોટની ડ્રો-હરાજી આ ઉપરાંત લોકમેળા સમિતિ દ્વારા પાંચ દિવસ દરમિયાન યોજાનારા લોકમેળામાં 234 સ્ટોલ અને પ્લોટ રાખવામાં આવેલા છે. અત્યાર સુધીમાં રાઈડ્સ, ચરકડી, ખાણીપીણીના સ્ટોલના કુલ 249 ફોર્મ ઉપડ્યા જેમાંથી માત્ર 70 ફોર્મ પરત આવ્યા આ મેળામાં રમકડા-ખાણીપીણી વગેરેના સ્ટોલ/પ્લોટ માટે સમિતિ દ્વારા હરરાજી અને ડ્રો માટે તારીખો જાહેર કરવામાં આવી છે. જે અનુસાર કેટેગરી-એ (ખાણીપીણી મોટી), કેટેગરી બી-1 કોર્નર ખાણીપીણી, કેટેગરી-એકસ આઇસ્ક્રીમ તથા કેટેગરી- ઝેડ (ટી- કોર્નર)ની હરાજી તા.26 જુલાઈ શનિવાર સવારે 12.30 કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈ, એફ, જી અને એચના પ્લોટની હરાજી તા.27 જુલાઇના રવિવારના સવારે 11.30 કલાકે રાખવામાં આવી છે. આ ઉપરાંત તા.28 જુલાઈના સોમવારના રોજ સવારે 11.30 કલાકે કેટેગરી-બી રમકડાના સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણી નાની, કેટેગરી-જે મધ્યમ ચકરડીના પ્લોટ, કેટેગરી-કેની નાની ચકરડીના પ્લોટનો ડ્રો યોજાશે.