ધો.2માં અભ્યાસ કરતા બાળકના વાયરલ વિડીયોની અસર ?
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
મોરબી શહેરમાં તાજેતરમાં રામઘાટ નદી નજીક એક દીવાલ ઘણા સમયથી ધરાસાઈ થઈ હતી, જેના કારણે કોઈ જાનવર અથવા વાહન ચાલક 20 ફૂટ નીચે પડી જવાની શકયતા પુરે પુરી હતી. એક નાના બાળકે ત્યાં પસાર થતા તરત વિડીયો બનાવી સરકારનું ધ્યાન દોર્યું હતું અને એ બાળક માત્ર ધોરણ 2 માં અભ્યાસ કરે છે.
- Advertisement -
ખેર બાળકના વાયરલ વિડીયોથી માત્ર 24 કલાકમાં દીવાલ બની ગઈ છે. ત્યારે ભાજપના અમુક આગેવાનો હવે એવું કહી રહ્યા છે કે અમારી રજુઆત હતી ત્યારે આ દીવાલ બની છે. ત્યારે મોરબીની પ્રજામાં અમુક ચર્ચાએ જોર પકડ્યું છે કે જો ભાજપે રજુઆત કરી હતી તો કોઈના ધ્યાનમાં કેમ ન આવી? મનપા શુ ભાજપના આગેવાનોને કેમ ગણતરીમાં નથી લેતી ? બાળકના વાયરલ વિડીયો બાદ દીવાલ બની ત્યાં જશ લેવા કોણ ભાજપના અગ્રણીઓ ગયા હતા ? ભાજપ હવે કેમ આટલી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે બાળકનું મોરલ તોડવાનો પ્રયત્ન કરે છે ? આ તમામ પ્રશ્ન એ સાબિત કરે છે કે ભૂતકાળમાં ભાજપના આવાજ પ્રયાસો રહ્યા હશે ? જો કે મોરબીના નાગરિક જાણે છે કે ધોરણ 2 માં અભ્યાસ કરતા બાળકના વાયરલ વિડીયોથી દીવાલ બની છે !