યુદ્ધમાં ફેબુ્આરી 2022થી અત્યાર સુધી 3,76,030 રશિયન સૈનિકોના મોત: યુક્રેન
પશ્ચિમના દેશોની સહાયથી યુક્રેન ખૂંખાર બન્યું
ખાસ-ખબર સંવાદદાતા
રશિયાના કબજા હેઠળના યુક્રેનના ડોનેટ્સક શહેરની બહારના બજાર પર રવિવારે થયેલા હુમલામાં 25થી વધુ લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓના અહેવાલ અનુસાર, ટેક્સિટલશ્રિક શહેરની બહારના બજાર પર રવિવારે થયેલા હુમલામાં બેથી વધુ બાળકોના મોત થયા છે. ડોનેટ્સકમાં રશિયાની સરકારે જણાવ્યું કે, યુક્રેનની સેના દ્વારા શેલનો મારો કરવામાં આવ્યો હતો.
રશિયન સરકારના અધિકારીના જણાવ્યા અનુસાર, ઉસ્ટ-લુગા બંદર ખાતે ટર્મિનલ પર યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે ગેસ ટેન્કમાં વિસ્ફોટ થયો હતો. આ હુમલાને કારણે કુદરતી ગેસ ટર્મિનલમાં ભારે નુકસાન થયું હતું.
બીજી તરફ, રશિયન સરકાર દેશમાં ઉઠી રહેલા વિરોધને ડામવા માટે કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. એક રિપોર્ટ મુજબ, રશિયાની સંસદ લશ્કરી કાર્યવાહી વિરૂદ્ધ ખોટી માહિતી ફેલાવતા લોકોની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપતા કાયદા પર વિચારણા કરશે.
યુક્રેનની સેના દ્વારા રવિવારે આંકડા બહાર પાડવામાં આવ્યા હતાં. તેમના જણાવ્યા મુજબ, ફેબુ્રઆરી, 2022 થી જાન્યુઆરી 21, 2024 સુધીમાં રશિયાના 3,76,030 સૈનિકોના મોત થયા છે. જ્યારે, તેમણે રશિયાની 6,181 ટેન્કો, 11,466 હથિયારધારી વ્હિક્લ્સ, 8,875 તોપગોળા, 968 રોકેટ સિસ્ટમ, 655 એર ડિફેન્સ સિસ્ટમ, 6,936 ડ્રોન, 331 મિલેટ્રરી જેટ, 324 હેલિકોપ્ટર, 1,818 ક્રૂઝ મિસાઈલ, 23 વોરશિપ, 1 સબમરીન, 11,862 વ્હિકલ્સ અને 1,392 સ્પેશિયલ ઈક્વિપમેન્ટ તોડી પાડયા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, યુક્રેન પશ્ચિમના દેશો સાથે વધુ સંરક્ષણ પેકેજની અપેક્ષા રાખી રહ્યું છે. બીજી તરફ, એક રશિયન સૈનિકની પત્નીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ચૂંટણી મુખ્યાલય પરથી દેશના સૈનિકોને યુક્રેનથી પરત ફરવા માટે ભાવનાત્મક અપીલ કરી હતી. ો ઉલ્લેખનીય છે કે, રશિયામાં યુદ્ધની ખુલ્લી ટીકા કરવા પર પ્રતિબંધ છે.
- Advertisement -