-ધર્મ સ્થાનને નોટિસ અપાતા કેટલાક તત્વોએ કર્યો પથ્થરમારો, 1 DySP, 3 મહિલા PSI સહિત પોલીસને ઇજા
જૂનાગઢના મજેવડી દરવાજા પાસે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ એક ધર્મસ્થાનને નોટિસ આપતા કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. અત્યારસુધી આ પથ્થરમારાની ઘટનામાં 1 DySP, 3 PSI સહિત અન્ય પોલીસકર્મીને ઈજા પહોંચી છે.
- Advertisement -
ગુજરાતમાં ફરી એકવાર પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, પોલીસ દ્વારા એક ધર્મસ્થાનને નોટિસ આપવામાં આવી હતી. જે બાદમાં કેટલાક લોકો દ્વારા મજેવડી દરવાજા પાસે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યાં ઇસમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 1 DySP, 3 મહિલા PSI સહિત પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી.
પોલીસે ટોળું વિખેરવામાં ટીયર ગેસના સેલ છોડ્યા
જુનાગઢમાં પોલીસ અને લોકો વચ્ચે દબાણ હટાવવા મામલે ઘર્ષણ થયાનું સામે આવ્યું છે. જેમાં ટોળાં દ્વારા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. અસામાજિક તત્વોએ બાઈક સળગાવીને, ST બર પર પણ પથ્થરમારો કર્યો હતી. આ સાથે મજેવડી ગેટ પોલીસ ચોકી પાસે પોલીસ વાહન પર પથ્થરમારો કરતાં પોલીસે ટોળું વિખેરવામાં ટીયર ગેસના સેલ છોડ્યા હતા.