– ફાયરીંગમાં સુરક્ષા કર્મી ઘાયલ, રાજદૂતની હત્યાનો પ્રયાસ
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની દૂતાવાસ પર ફાયરીંગથી હુમલો કરી રાજદૂતની હત્યાનો પ્રયાસ થયો હતો, આ હુમલાના બનાવમાં એક સુરક્ષા કર્મી ઘાયલ થયો છે. આ અંગેની વિગત મુજબ કાબુલમાં પાકિસ્તાની દૂતાવાસ પર હુમલો થયો હતો. પાકિસ્તાનના કાર્યવાહક રાજદૂત ઉબૈદૂર રહેમાન નિજામનીને નિશાન બનાવીને આ હુમલો કરાયો હતો.
- Advertisement -
આ હુમલામાં સુરક્ષા કર્મી મોહમ્મદ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ હુમલાની પાકિસ્તાને નિંદા કરી હતી અને આ હુમલાની ઉંડી તપાસ કરવાની માંગ કરી હતી. હુમલાના બનાવ બાદ તાલીબાની સુરક્ષા કર્મીઓએ દૂતાવાસને ઘેરી લીધું છે. હુમલાખોર હજુ સુધી પકડાયો નથી કે હુમલાના કારણનો પણ ખુલાસો નથી થયો.