અજાણ્યા વાહન ચાલક સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર શનિવારે સાંજે એસટી બસના ડ્રાયવરને ઓવરટેક કરનાર શખશે બસ રોકી ગાળો ભાંડી મારકૂટ કરતા એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરના જવાહરનગરમાં રહેતા અને એસટી નિગમમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા મહેબૂબભાઇ આદમભાઇ મેડા ઉ.43 ગત સાંજે રાજકોટ જામનગર રૂૂટની એસટી બસ લઈને જામનગર જવા રાજકોટ બસ પોર્ટ પરથી નીકળ્યા હતા સાંજે યાજ્ઞિક રોડ ઉપર પહોંચ્યા ત્યારે નંબર વિનાનું એક્ટિવા લઈને નીકળેલા શખશે બસને ઓવરટેક કરવા જતા તેનું વાહન બસ સાથે અથડાયું હતું અને તે પડતા પડતા બચી જતા પોતે બસ ઉભી રાખી દીધી હતી ત્યારે શખશે આવીશ ડ્રાયવરનો દરવાજો ખોલી જોઈને ચલાવો તેમ કહી મહેબૂબભાઇનો હાથ પકડી નીચે પછાડ્યા હતા અને ગાળો ભાંડી ઢીંકાપાટુનો માર માર્યો હતો લોકો એકઠા થઇ જતા તે શખ્સ વાહન લઈને નાસી છૂટ્યો હતો પોતે સરકારી ફરજ ઉપર હોય મોડી રાત્રે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એસ એમ સૈયદએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.