પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઇન્ચાર્જ આરટીઓ અધિકારી બી.યુ.સોલંકી કચેરી ખાતે ફરજ બજાવતા હતા ત્યારે એજન્ટ તરીકે કામ કરતા રાજેન્દ્ર મુળુ ખુમાણે ચેમ્બરમાં ઘુસીને થપ્પડો મારીને ખુરશીઓમાં તોડફોડ કરી હતી અને બાદમાં પાઇપ લઇને આવીને મારવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આરટીઓ બી.યુ.સોલંકી સારવાર અર્થે સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા. આ બાબતે પોલીસે ઇન્ચાર્જ આરટીઓ અધિકારી સોલંકીનું નિવેદન લઇ ગુનો દાખલ કરવામાં આવેલ. પોલીસે ફરજમાં રૂકાવટ સહિત કલમો ઉમેરીને વધુ તપાસ હાથ ધરી છે. જયારે આ બનાવ આ બનાવનું કારણ આરટીઓના કામકાજ બાબતે હુમલો થયો હોય તેવું જાણવા મળી
રહ્યું છે.
જૂનાગઢ ઇન્ચાર્જ R.T.O પર એજન્ટ દ્વારા હુમલો
