ગુજરાત ATSનું વધુ એક સફળ ઓપરેશન: પોરબંદરથી પાકિસ્તાની જાસૂસ પકડ્યો
સંવેદનશીલ જાણકારી પાકિસ્તાન મોકલતો: પાકિસ્તાનની ISI સાથે સંપર્કમાં હતો જાસૂસ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.23
ગુજરાતમાં હમણાના સમયમાં આતંકી ધમકીઓ ઘણી આવી રહી છે. આ સમય દરમિયાન ગુજરાત ATS સક્રિય થઈ ગયું છે. હાલમાં ગુજરાત ATSની ટીમે વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત ATSની ટીમે પોરબંદરથી પાકિસ્તાની જાસૂસ પકડ્યો છે. મળતી માહિતી અનુસાર, આ પાકિસ્તાનની જાસૂસ ભારતને લગતી સંવેદનશીલ જાણકારી પાકિસ્તાન મોકલતો હતો. આ જાસૂસ પાકિસ્તાનની એજન્સી ATS સાથે પણ સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATS આ મામલે વધુ ખુલાસા કરી શકે તેવી શક્યતાઓ હાલ વર્તાઇ રહી છે.ગુજરાત ATSની ટીમે વધુ એક વખત અહી આતંકીઓના મનસૂબાને નાકામ કર્યા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ આતંકીઓની ધાક, ધમકી અને ધરપકડનો સિલસિલો ચાલી રહ્યો છે.
- Advertisement -
તેના વચ્ચે એટીએસની ટીમે વધુ એક સફળતા મેળવી છે અને પાકિસ્તાનના જાસૂસને ઝડપ્યો છે. તે પાકિસ્તાનને આપણા દેશની ઘણી સંવેદનશીલ માહિતી આપતો હતો અને વધુમાં તે પાકિસ્તાનની સીક્રેટ એજન્સી ISIના સંપર્કમા પણ હતો. તે જાસૂસ પાકિસ્તાનને આતંકી પ્રવુતિઓમાં મદદ કરવા અર્થે વધુ માહિતી આપે એ પહેલા ગુજરાતની ATSની ટીમે તેની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, આ જાસૂસ વિશેની બાતમી ગુજરાત અઝજ ના PI પિયુષ દેસાઇને મળી હતી. આ બાતમી મળતા ટીમે જતીન ચારણીયા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આ જતીન ઉપર છેલ્લા કેટલાક સમયથી વોચામાં રાખવામાં આવ્યો હતો. જતીન પોતે પાકિસ્તાન ખાતે માછીમારીનું કામ કરતો હતો. આ જાસૂસે ઇન્ડીયન કોસ્ટ ગાર્ડના વાહનો અને જેટી અંગેની સંવેદનશીલ માહિતી મોકલી હતી. આ માહિતી તેને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ અને વોટ્સેપ દ્વારા મોકલી હતી.