સમગ્ર ગુજરાત પોલીસમાં ખળભળાટ મચાવનાર મામલો
ભૂગર્ભમાં ઉતરી ગયેલી ત્રિપુટીને ઝડપી લેવા કવાયત, SOG ઑફિસ સહિત મોબાઈલ ડીટેલ તરફ તપાસ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એસઓજી પીઆઇ અરવિંદ ગોહેલ અને માણાવદર સીપીઆઇ તરલ ભટ્ટ અને એએસઆઈ દિપક જાની દ્વારા આચરેલ મસ મોટા તોડકાંડના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે સમગ્ર તપાસ એટીએસને સોપવામાં આવતા સૂત્રો માંથી જાણવા મળતી વિગત મુજબ એટીએસ દ્વારા તોડાકાંડ ત્રિપુટીની ઠેર ઠેર શોધખોળ શરુ કરી છે તેની સાથે વોટ્સએપ કોલ તેમજ મોબાઈલ કોલ ડીટેલના આધારે પુરાવા એકત્ર કરીને ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરી છે.જેમાં જાણવા મળ્યા મુજબ માણાવદર અને જૂનાગઢ એસઓજી ઓફિસ ખાતે પણ તપાસ શરુ કરી છે. સમગ્ર રાજ્યમાં પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દેનાર તોડકાંડ મામલે એટીએસ દ્વારા અલગ અલગ દિશામાં જીણવટ ભરી તપાસ શરુ કરી છે જેમાં 300 થી વધારે બેંક એકાઉન્ટ ક્યાંથી આવ્યા અને કેટલા ખાતા ફ્રિજ કર્યા અને કેટલા લોકો પાસેથી કેટલો તોડ થયો તેની પણ બારીકાઇથી તપાસ શરુ કરી છે હાલ એટીએસ દ્વારા ગુપ્ત રાહે ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરવામાં આવી છે.હાલ તો તોડકાંડના આરોપી સામે ગુનો દાખલ થયા બાદ તરલ ભટ્ટ, અરવિંદ ગોહિલ અને દિપક જાનીના ફોન સ્વીચઓફ આવી રહ્યા છે.ત્યારે તેના મોબાઈલ ફોનને ટ્રેસ સાથે પરિવારના મોબાઈલ ફોન પણ ટ્રેસમાં મુક્યાં હોવાનું સામે આવી રહ્યું છે. જૂનાગઢમાં બનેલ તોડકાંડ મામલે એટીએસ દ્વારા ઠોસ પુરાવા એકત્ર કરવાનું શરુ કર્યું છે તેમજ ત્રણેય આરોપીઓ વિદેશ ભાગી ન જાય તેના માટે પોલીસે ઇમિગ્રેશન વિભાગને પણ જાણ કરી હોવાની વાત સામે આવી રહી છે.પેહલા ઠોસ પુરાવા એકત્ર કરવા હાલ મથામણ ચાલી રહી છે. બેંક એકાઉન્ટ ફ્રિજ કરીને અનફ્રિજ કરવાના મામલે મસ મોટું કૌભાંડ સામે આવે તો નવાઈ નહિ સમગ્ર તોડકાંડ મામલો હાલ રાજ્ય ભરમાં ભારે ચર્ચા જગાવી છે.ત્યારે એટીએસ દ્વારા દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા ખુબ ઊંડાણ પૂર્વક અને જીણવટ ભરી તપાસ શરુ કરી દેવામાં આવી છે.જયારે સમગ્ર તોડકાંડ મામલે આગામી દિવસોમાં અનેક નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે.જયારે સમગ્ર બનાવ મામલે તપાસ પૂર્ણ થયા બાદ અનેક નવા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.