ગણેશ જાડેજા સહિતના 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો: પોલીસે વધુ તપાસ શરૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
- Advertisement -
જુનાગઢ શહેરમાં ગઇકાલ રાત્રીના એક યુવક કાર સામે આવ્યો હતો અને રકજક બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને જૂનાગઢ ગજઞઈં પ્રમુખ સંજય રાજુભાઇ સોલંકીનું અપહરણ થતાં પોલીસ ફરીયાદ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
સમગ્ર બનાવ મામલે જોઇએ તો ગઇકાલ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજાના પૂત્ર ગણેશ શહેરના કળવા ચોકથી કાર માંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કોંગ્રેસના આગેવાન રાજુ સોલંકીનો પુત્ર કાળવા ચોક પાસેથી પસાર થતા ગોંડલના ધારાસભ્યના પુત્ર સાથે કાર અથડાવા મુદે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને પોલિસ ફરિયાદ અનુસાર ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ સામે એટ્રોસિટી અને અપહરણ કરવાના મામલે એ. ડિવિજન પોલીસ સ્ટેશનમાં ધારાસભ્યના પૂત્ર ગણેશ વિરૂદ્ધ ગુનો દખલ કરીને તપાસ શરૂ કરી છે.
સમગ્ર બનાવ મામલે જોઇએ તો ગઇકાલ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજાના પૂત્ર ગણેશ શહેરના કળવા ચોકથી કારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કોંગ્રેસના આગેવાન રાજુ સોલંકીનો પુત્ર કાળવા ચોક પાસેથી પસાર થતા ગોંડલના ધારાસભ્યના પુત્ર સાથે કાર અથડાવા મુદે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને પોલિસ ફરિયાદ અનુસાર ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ સામે એટ્રોસિટી અને અપહરણ કરવાના મામલે એ. ડિવિજન પોલીસ સ્ટેશનમાં ધારાસભ્યના પૂત્ર ગણેશ વિરૂદ્ધ ગુનો દખલ કરીને તપાસ શરૂ કરી છે
- Advertisement -
ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, ગણેશ જાડેજા સહિતના 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ભોગ બનનારનું જૂનાગઢમાંથી અપહરણ કરી ગોંડલ તરફ લઈ ગયા હતા. આરોપીઓ સામે એટ્રોસિટી, હત્યાનો પ્રયાસ, અપહરણ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એલસીબી, એસઓજી સહિતની ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.