ખાસ-ખબર સંવાદદાતા
કૃરૂકક્ષેત્ર હરિયાણા ખાતે રાષ્ટ્રીય કક્ષાની માસ્ટર એથ્લેસ્ટીક સ્પર્ધામાં ગુજરાતને મેડલ અપાવતા જૂનાગઢના ખેલાડીઓ ગત તા.16થી 19 ફુબ્રુઆરીના રોજ હરિયાણા મુકામે ઓલ ઇન્ડિયા માસ્ટર એથ્લેસ્ટીક ચેમ્પીયન શીપમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સમગ્ર ભારતભરમાંથી ભાગ લેનાર માસ્ટર્સ 35 વર્ષથી 100 ખેલાડીઓએ ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો અને સારો દેખાવ કર્યો હતો જેમાં જૂનાગઢના ખેલાડીઓએ દોડ, કુદ, ફેક, ઝડપી ચાલમાં સુંદર પ્રદર્શન કરીને સમગ્ર ભારતમાં જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરેલ. જેમાં ત્રણ ગોલ્ડ મેડલ અને એક સિલ્વિર મેડલ અને પાંચ બ્રોન્ઝ મેડલ સાથે જૂનાગઢના ખેલાડીઓએ 9 મેડલ સાથે રાષ્ટ્ર કક્ષાએ જૂનાગઢનુ નામ રોશન કર્યુ હતુ. જે બદલ ધારાસભ્ય સંજય કોરડીયા તેમજ ખેલકુદ મંડળના પ્રમુખ ઇકબાલભાઇ મારફતીયા, સેક્રેટરી હારૂનભાઇ વિહડ અને પ્રફુલભાઇ રાઠોડ, રફીકભાઇ દલાલએ અભિનંદન આપ્યા હતા.
કુરૂક્ષેત્રમાં રાષ્ટ્રીય એથ્લેસ્ટીક સ્પર્ધામાં જૂનાગઢના ખેલાડીઓએ નામ રોશન કર્યુ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/02/5-34.jpg)