– લગ્નની તારીખ રાહુલના આગામી કાર્યક્રમને ધ્યાનમાં રાખી નક્કી કરાશે
બોલિવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટી અને ક્રિકેટર કે.એલ.રાહુલના લગ્નને લઈને ઘણા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. જો કે આ અંગેની સત્તાવાર સ્પષ્ટતા હજુ સુધી થઈ શકી નથી. દરમિયાન બહાર આવેલા એક નવા અહેવાલમાં એવું કહેવાયું છે કે બન્નેના લગ્ન ટૂંક સમયમાં થઈ શકે છે. આ માટે તેમણે સ્થળની પણ પસંદગી કરી લીધી છે.
- Advertisement -
અથિયા અને રાહુલે પાછલા વર્ષે પોતાના સંબંધને સાર્વજનિક કર્યા હતા ત્યારથી બન્નેના ચાહકોમાં લગ્નને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. અથિયા અને રાહુલ ટૂંક સમયમાં ખંડાલની અંદર સુનિલ શેટ્ટીના બંગલા જહાનમાં વેડિંગ ડેસ્ટીનેશન કરશે. લગ્નની તારીખ રાહુલના વર્ક શેડયુલને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. લગ્ન માટે એક જાણીતા આયોજકે ખંડાલની મુલાકાત લીધી હતી. અથિયા અને રાહુલના લગ્નને લઈને ચર્ચા થઈ રહી હોય એવું પહેલીવાર બન્યું નથી.
આ પહેલાં પણ બન્નેના લગ્નની તારીખ સામે આવી ચૂકી છે. પાછલા મહિને પણ અથિયાના પિતા સુનિલ શેટીએ પુત્રીના લગ્નની અફવાઓ અંગે પ્રતિક્રિયા આપી હતી. ત્યારે સુનિલે કહ્યું હતું કે જેવા આ બન્ને નિર્ણય કરશે એટલે લગ્ન થઈ જશે. મને લાગે છે કે આ બધું તેમને જ નક્કી કરવા દેવું જોઈએ. રાહુલ અત્યારે વ્યસ્ત છે એટલા માટે બ્રેક મળશે ત્યારે લગ્ન કરશે.
- Advertisement -