સાતમા દિવસે ગણેશભક્તિ, સંગીત અને છપ્પન ભોગ પ્રસાદથી ભક્તો લાભાન્વિત થયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય અને બ્રહ્મ યુવા અગ્રણી તેજસ ત્રિવેદી જણાવે છે કે ભૂદેવ સેવા સમિતિ દ્વારા સતત સત્તરમા વર્ષે આયોજિત “રાજકોટ કા મહારાજા” ગણેશોત્સવના સાતમા દિવસે, ડો. યાજ્ઞિક રોડ ખાતે ગજાનન દાદાના પાવન સાનિધ્યમાં અથર્વશીર્ષ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પાઠનું પઠન પ્રખર શાસ્ત્રી શ્રી જયભાઈ ત્રિવેદીના સ્વમુખેથી કરાયું હતું. અથર્વશીર્ષ ગણપતિ ઉપાસનાનું પાવન સ્તોત્ર છે, જે જ્ઞાન, વિવેક અને એકાગ્રતા વિકસાવે છે અને જીવનમાંથી દુ:ખ-ક્લેશ દૂર કરીને સફળતા પ્રદાન કરે છે.
સાતમા દિવસે સરગમ સંગીત ગૃપ દ્વારા રાત્રે 9.30 વાગ્યે ગણેશભક્તિ અને દેશભક્તિ ગીતોની સંગીત સંધ્યા યોજાઇ. સરગમ સંગીત ગૃપની પૂનમબેન પંડ્યા અને ટીમના શ્રી રમેશભાઈ ભટ્ટ, હિતેનભાઈ દેવગણીયા, યજ્ઞેશભાઈ પાનેરી, અશરફભાઈ મીર, મહેન્દ્રભાઈ વોરા, રક્ષાબેન ત્રિવેદી, દિવ્યાબેન ભટ્ટ, સંગીતાબેન રાવલ, મીનાબેન વોરા અને હિનાબેન દેવગણીયા દ્વારા કારકિર્દીનું આયોજન કરાયું. પંડાલમાં ઉપસ્થિત બહોળી સંખ્યામાં ભક્તોએ આ કાર્યક્રમનો લાભ લીધો અને મંત્ર મુગ્ધ થયા.
તેજસ ત્રિવેદીએ જણાવ્યું કે આવતીકાલે દુંદાળાદેવને વિવિધ છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવશે, જેમાં 56 પ્રકારના વ્યંજનોમાં મીઠાઈ, ફળ, દૂધથી બનેલા પદાર્થો, નાસ્તા અને રસોઈના વિવિધ સ્વાદિષ્ટ વ્યંજનનો સમાવેશ થશે. આ પરંપરા ભગવાન પ્રત્યે ભક્તિ અને સમર્પણ દર્શાવે છે.
આ ભવ્ય આયોજનમાં ઉપસ્થિત વિશિષ્ટ મહેમાનોમાં શ્રી ચિરાગભાઈ જોશી (ચેરિટી કમિશનર), પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી સહિત તેમના પરિવાર, રાજકોટ શહેર મહિલા પાંખના પ્રમુખ શ્રીમતી કિરણબેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ વાઇસ ચેરમેન અને વર્તમાન સભ્ય શ્રી સંગીતા બેન છાયા, પૂર્વ કોર્પોરેટર શ્રી નીતાબેન વઘાસીયા અને મનુભાઈ વઘાસીયા, પાટીદાર આગેવાન ભાંગ્યેસભાઈ વોરા, શહેર ભાજપ અગ્રણી પ્રવીણભાઈ ચાવડા, ડો. હેમાંગભાઈ વસાવડા (કોંગ્રેસ અગ્રણી), કૃષ્ણદતભાઈ રાવલ (કોંગ્રેસ અગ્રણી), ધર્મિષ્ઠાબેન વાઘેલા (ભાજપ પ્રમુખ – વોર્ડ 14), રીનાબેન પટેલ (ભાજપ શહેર કારોબારી), મોંનીષભાઈ જોષી (એડવોકેટ), રાજુભાઈ જોષી (પરશુરામ ધામના સ્થાપક), હરેશભાઈ જોશી, શ્રી હિરેનભાઈ પારેખ, શ્રી શુશીલભાઈ ત્રિવેદી, શ્રી રસીકભાઈ વ્યાસ, શ્રી મયુરભાઈ વ્યાસ, શ્રી જીતુભાઈ યાદવ, શ્રી કશ્યપભાઈ, શ્રી ભટ્ટ પરાગભાઈ મહેતા, રાજેશ્વરી ગ્રુપના ધીરુભાઈ મહેતા, દિપકભાઈ બામટા, યોગેશભાઈ મહેતા, કેતનભાઈ બોરીસાગર, ડો. રેખાબેન મહેતા, જયશ્રીબેન મહેતા, દર્શનાબેન જોષી, તૃપ્તિબેન જોષી અને બ્રહ્મસેના ક્રિકેટ ગ્રુપના ક્રિષ્ના ઉપાધ્યાય, ગૌરવ મહેતા, ધાર્મિક જોશી, મિહિર રાજ્યગુરુ, પાર્થ વોરા, અંકિત જોષી, અજય મહેતા, જૈમીન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.



