ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ પ્રાંત કચેરી ખાતે વેરાવળ સહિત આસપાસના બંદરના માછીમારોએ લાઇન તેમજ લાઈટ ફિશીંગ બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરી આવી ફિશીંગ કરનાર ઈસમો વિરૂદ્ધ કડક કાયદો અમલમાં લાવવા માંગ કરી હતી.
વેરાવળના સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન તેમજ બોટ એસો.ના સભ્યો દ્વારા લાઇન તેમજ લાઈટ જેવી રાક્ષસી ફિશીંગ બંધક કરાવવા અવાર નવાર રજૂઆતો કરવામાં આવેલી છે.ત્યારે હજુ સુધી આવી પ્રવૃત્તિઓ અટકી ન હોવાથી વધુ એક વખત પ્રાંત અધિકારી મારફત સરકાર સમક્ષ અને સંબંધિત વિભાગોને રજૂઆત કરવામાં આવી હતી.ઉપરાંત આવી રાક્ષસી ફિશીંગ થવાથી દરિયાઈ જીવ સૃષ્ટિ અને માછીમારોને ભારે નુકસાની વેઠવી પડે છે જેને લીધે કડકમાં કડક કાયદો અમલમાં મુકવામાં આવે તેવી રજૂઆત પણ માછીમારો દ્વારા કરવામાં આવી હતી.આ તકે સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન વેરાવળ,બોટ એસો. વેરાવળ, કોળી સમાજ મહામંડળ, સયુંકત કોળી સમાજ ભીડીયા,સયુંકત કોળી સમાજ બોટ એસો. ભીડીયા, સયુંકત કોળી સમાજ હીરાકોટ બંદરના માછીમારો, આગેવાનો અને હોદ્દેદારો જોડાયા હતા.